• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શિહોલીમોટીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગામની ગટરો ઉભરાઇ

શિહોલીમોટીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગામની ગટરો ઉભરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાશિહોલીમોટી ગામમાંથી પસાર થતા સાદરા રોડ ઉપર તાજેતરમાં એક મોટુ નાળુ બનાવવામાં આવ્યું છે. પરંતુ કોન્ટ્રક્ટર દ્વારા નાળાનુ લેવર ઉપર રાખતા ગટરનુ પાણી પાછળ તળાવમાં જતુ નથી. જ્યારે નાળાના આગળના ભાગે ભરાઇ રહે છે. પરિણામે ગંદકીના થર જામી ગયા છે. જ્યારે ગામના રહીશોની માથે બિમારીઓનુ મોત ભમી રહ્યું છે. ત્યારે સમસ્યાથી ગામલોકોને મુક્ત કરાવવામાં આવે તેવી લોકમાંગ કરાઇ છે.

શિહોલીમોટી ગામમાંથી સાદરા અને ચિલોડાને જોડતો રોડ પસાર થાય છે. ત્યારે ગામનુ વરસાદ અને ગટરનુ પાણી મધ્યમા આવેલા તળાવમાં આવે છે. ત્યારે વર્ષો પહેલા એક નાળુ હતુ. જે ચોમાસાના સમયમાં ખુબ સાંકડુ સાબિત થયુ હતું.ત્યારે ચોામાસાના સમયમાં સર્જાતી મુશ્કેલીઓથી ગામલોકોને બચાવવા રોડ ઉપરના નાળાને તોડીને નવુ બનાવવામાં આવ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગામનુ પાણી તળાવમાં નહીં પરંતુ ગામમાં પરત અાવી રહ્યું છે. જ્યારે ગંદકી નાળાની આગળ એકઠી થઇ રહી છે. ડેપ્યુટી સરપંચ કરણસિંહ ઠાકોરે કહ્યું કે અગાઉની પંચાયતની બોડી દ્વારા નાળાનુ કામ કરતા પહેલા કોન્ટ્રાક્ટરને પાણીની બાબતે જણાવવામાં આવ્યું હતું.

પરંતુ ઓછા ખર્ચે વધુ નફો રળવાના કારણે ગામલોકોને ઉલમાંથી ચૂલમાં નાખવામાં આવ્યા છે. હાલના સમયમાં ગટરમાંથી આવતુ ગંદુ પાણી નાળાની આગળના ભાગે એકઠુ થઇ રહ્યું છે. તેને લઇને પણ કોન્ટ્રાક્ટરને જાણ કરાઇ છે. પરંતુ જાણે નાગરિકોને પોતાના નશીબ ઉપર છોડી દેવામાં આવ્યા હોય તેવુ ચિત્ર જોવા મળ્યું છે. ચોમાસાના સમયમાં ગંદકી એકઠી થવાથી ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાની બિમારીમાં લોકો સપડાયા હતાં. બાબતે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં નહીં આવે તો ગામલોકો ગાંધીનગર ઉપર ચડાઇ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગાંધીનગર તાલુકાના મોટી સીહોલી ગામમાંથી પસાર થતા મુખ્ય માર્ગપર બનાવવામાં આવેલા નાળાનું લેવલીંગ થતા ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે ગંદકીના થર થઈ ગયા છે

સાદરા રોડ ઉપર બનાવેલા નવા નાળાનુ લેવલ ઉંચુ રાખતા ગંદકીના થર જામ્યા, રોગચાળો ફાટી નિકળવાની દહેશત

અન્ય સમાચારો પણ છે...