તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • રેતી કાંકરીની ગ્રાન્ટનો ઉપયોગ કરવા સરકાર ટૂંકમાં ગાઇડ લાઇન આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતી-કાંકરીની ગ્રાન્ટનો ઉપયોગ કરવા સરકાર ટૂંકમાં ગાઇડ લાઇન આપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની રેતી-કાંકરીની રૂ. 18 કરોડની ગ્રાન્ટ બિન ઉપયોગી પડી રહી છે. તેનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે કુણું વલણ અપનાવાયુ છે અને આગામી ટૂંક સમયમાં ગ્રાન્ટ વાપરવા માટેની ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામો હાથ ધરાશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અગાઉ ભાજપની સત્તા હતી. તે વખતે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યની ભાજપ સરકારે જિલ્લા પંચાયતને મળવાપાત્ર 2 વર્ષની રેતી કાંકરીની 18 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારે સરકારનો આશય એવો હતો કે ઝડપથી વિકાસ કામો હાથ ધરી ભાજપની પ્રતિષ્ઠામાં વધારો થાય તો ભાજપ સત્તા હાંસલ કરી શકે. પરંતુ વિકાસ કામો હાથ ધરાય તે પહેલાં નવેમ્બર 2015માં સામાન્ય ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધિ થઇ ગયુ હતું. તેના કારણે આચારસંહિતા લાગુ થતાં વિકાસ કામો ઉપર બ્રેક લાગી ગીઇ હતી અને ગ્રાન્ટની રકમ વપરાયા વગર પડી રહી હતી.

દરમિયાન રાજ્યની મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો અને પંચાયતોમાં સત્તા હાંસલ કરવાનું ભાજપનું સ્વપ્ન અધુરૂ રહી ગયુ હતું. તે વખતે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ કુલ 30 પૈકી 25 બેઠકો કોંગ્રેસે મેળવી હતી. જેથી સરકારે એક પરિપત્ર જારી કર્યો હતો અને તેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે રેતી-કાંકરીની ગ્રાન્ટનો ઉપયોગ થઇ શકશે. દરમિયાન સરકારમાં રાજકીય ઉથલપાથલ થતાં ચિત્ર બદલાઇ ગયું હતું અને રેતી-કાંકરીની ગ્રાન્ટની રકમ વાપરવા માટે કોઇ ગાઇડલાઇન જાહેર થઇ શકી હતી. દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રામાજી ઠાકોર રાજ્યના પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયાને મળ્યા હતાં અને રેતી-કાંકરીની ગ્રાન્ટ અંગે રજૂઆત કરી તેના ઉપયોગ માટે માર્ગ દર્શિકા રજૂ કરવા માગણી કરી હતી. તે અંગે પંચાયત મંત્રીએ ટૂંક સમયમાં ગાઇડ લાઇન જાહેર કરવા આદેશ કરવામાં આવશે. તેમ જણાવ્યું હોવાની હકીકત રામાજી ઠાકોરે પત્રકારોને આપી હતી. ઉલ્લેખનિય છે કે જિલ્લા પંચાયતની કારોબારીની મે માસમાં મળેલી બેઠકમાં રેતી-કાંકરીની ગ્રાન્ટ વાપરવાની માર્ગદર્શિકાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેની નકલ કારોબારી ચેરમેન અરવિંદસિંહ સોલંકીએ રાજ્યસ સરકારને મોકલી આપી હતી.

રેતી-કાંકરીની રૂ. 18 કરોડની ગ્રાન્ટ બિન ઉપયોગી પડી રહી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અટકેલા વિકાસ કામો હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો