તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપા કચેરીમાં સીસી ટીવી કેમેરા લગાડવાનું સૂરસૂરિયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરમહાપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર કચેરીની ઇમારતમાં વિવિધ સ્થળે સીસી ટીવી કેમેરા લગાડવા એક વર્ષ પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ વાતનું આખરે આરંભે શુરાની જેમ સૂરસૂરિયું થઇ ગયું છે. સમગ્ર કચેરીમાં મળીને ~ 1 લાખના ખર્ચે 26 સીસી ટીવી કેમેરા લગાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર રાખી હતી અને ઠરાવ પણ કરી દીધા પછી તેનો અમલ થયો નથી. છેલ્લે ગત મે મહિનામાં મેયર પ્રવિણભાઇ પટેલ પર કોંગ્રેસી સભ્યોએ હુમલો કર્યો ત્યારે નવેસરથી વાતે ચર્ચાનું જોર પકડ્યુ હતું અને હાલના કમિશનર દ્વારા પમ સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે તેમ જણાવ્યા પછી દિશામાં કોઇ કામગીરી થઇ નથી. મુદ્દે પૂછતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે મહાપાલિકા કચેરીમાં સીસી ટીવી કેમેરા લગાડવાના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવશે .

અધિકારીઓની ચેમ્બર બાકાત

મહાપાલિકાપ્રથમ, બીજા અને ચોથા માળે વિવિધ કચેરીઓ કાર્યરત કરવામાં આવેલી છે. ત્યારે મહાપાલિકા હસ્તકની દરેક વિંગમાં કેમેરા લગાડવાના થતાં હોવાથી 26 કેમેરાને સ્થાયી સમિતિએ મંજુર કર્યા હતાં. પરંતુ તેમાંથી પદ્દાધિકારીઓ અને અધિકારીઓની ચેમ્બરને બાકાત રાખવામાં આવી હતી.

જાહેરસ્થળો પર સિક્યુરિટી ગાર્ડ મુકાશેે

શહેરનાવિવિધ સેક્ટરમાં આવેલા રંગમંચ સહિતના મહાપાલિકા હસ્તક મુકવામાં આવેલા જાહેર સ્થળો પર અસામાજીક પ્રવૃતિ અટકે તેના માટે જરૂરી સિક્યુરિટી ગાર્ડ મુકવા માટેની દરખાસ્ત મંજુર કરી દેવાઇ છે.

મિથેનપ્લાન્ટમાં પ્યોરીફાઇ સિસ્ટમ લગડાશે

મહાપાલિકાદ્વારા સેક્ટર 30માં મિથેન ગેસ પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે. ત્યારે પ્લાન્ટમાં ઉત્પાદિત ગેસને પ્યોરી ફાઇ કરવા માટેની વિશેષ મશીનરી ~ 8 લાખના ખર્ચે લગાડવાનો નિર્ણય કરાયો છે. કેમ કે ગેસ ઉત્પન્ન થવાના અને તેના વહન થવાની પ્રક્રિયા દરમિયાન દુર્ગંધ વછુટતી હોય છે.

સીસી ટીવી કેમેરા લગાડવા નિર્ણય 1 વર્ષ પહેલાં લેવાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો