તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સે. 15 કોલેજમાં ખખડધજ હોસ્ટેલનંુ રીનોવેશન કરવાની NSUIની માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે. 15 કોલેજમાં ખખડધજ હોસ્ટેલનંુ રીનોવેશન કરવાની NSUIની માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટનગરમાસરકારી મકાનોની જેમ સરકારી હોસ્ટેલની હાલત દયનિય બની ગઇ છે. સરકારી મકાનમાં રહેતા કર્મચારીઓ ભાડુ ભરતા હોવા છતા સુવિધાઓ મળતી નથી. તેવી સ્થિતિ સેક્ટર 15ની સાયન્સ કોલેજની હોસ્ટેલમાં સારી સુવિધા મળતી નથી. હોસ્ટેલમાં ખખડધજ બની ગયેલા રૂમના તથા સંડાસ બાથરૂમના દરવાજાની હાલત દયનિય બની ગઇ છે. ત્યારે તેને બદલવા માટે એનએસયુઆઇએ માંગ કરી કોલેજના પ્રિન્સિપાલને આવેદન આપ્યુ હતું.

શહેરના સેક્ટર 15ની સરકારી વિજ્ઞાન કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તંત્રના વાકે પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. દાયકાઓ પહેલા બનાવેલી હોસ્ટેલના રૂમના દરવાજા તથા સંડાસ બાથરૂમના દરવાજા વિહોણા થઇ ગયા છે. છતા તંત્ર દ્વારા તેનુ રીનોવેશન કરાવામાં આવતુ નથી. ત્યારે સોમવારે વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલને એનએસયુઆઇ દ્વારા હોસ્ટેલનુ રીનોવેશન કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું અને ઝડપથી હોસ્ટેલના રૂમોનુ સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ખખડધજ બની ગયેલા હોસ્ટેલના સંડાસ બાથરૂમને લઇને એનએસયુઆઇના પ્રદેશ મહામંત્રી અંકિત બારોટે કહ્યું કે દર વર્ષે સરકારી વિજ્ઞાન કોલેજમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. જેમાં અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ હોય છે. રૂમની હાલત ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલમાં રહેવાનુ પસ઼દ કરતા નથી. પરિણામે શહેરમાં પીજી તરીકે રહેવુ પડે છે અને ભાડા ભરી ભરીને થાકી જાય છે. વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી હોવા છતા ખાનગી મકાનોમાં રહેવુ પડે છે. જ્યારે સંડાસ બાથરૂમમાં દરવાજા ના હોવાથી રૂમમાં દુર્ગધ ફેલાય છે. વિદ્યાર્થીઓમાં રોગચાળો પણ ફેલાઇ શકે છે. ચોમાસામાં વરસતા વરસાદમાં છતમાંથી સોસરૂ પાણી આવતુ હતું. છતા જેમ તેમ કરીને વિદ્યાર્થીઓ રહે છે. એનએસયુઆઇના ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર હર્ષજિત પંડ્યા, એનએસયુઆઇ પ્રમુખ નીતિન આહિર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.

સેક્ટર 15 વિજ્ઞાન કોલેજની હોસ્ટેલની દયનિય સ્થિતિમાં સુધાર લાવવા માટે એનએસયુઆલ દ્વારા રજૂઆત કરાઇ હતી.

રૂમના, સંડાસ-બાથરૂમના દરવાજા સડી ગયા છે, ચોમાસામાં છતમાંથી પડતુ પાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો