તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પેથાપુર ગામમાં બાલિકા દિવસે જાગૃતિ રેલીનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેથાપુર ગામમાં બાલિકા દિવસે જાગૃતિ રેલીનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં સોમવારે સવારે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા આયોજિત બાલિકા રેલીમાં પ્રથમ વારે પેથાપુર ગામમાં ‘મધર ટેરેસાના પગલે પગલે’ વિષય પર રેલી યોજાઇ હતી. રેલીમાં ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી 280 બાળાઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સમૃદ્ધિ સેવા સંસ્થાના બીશપ થોમસ મેકવાન તથા કર્મચારીઓ રેલીમાં જોડાયા હતાં

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘બાળ લગ્ન અટકાવો’ના સુત્રો સાથે પેથાપુર ગામમાં રેલી નિકળી હતી. રેલી ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. રેલી પૂર્ણ થયા બાદ સંસ્થાની બાળકીઓની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો.તજજ્ઞોએ બેટી બચાવો પર પોતાના વિચારો રજુ કર્યા હતાં. બાળાઓ સુંદર પ્રોગ્રામ રજુ કરીને બાળકીઓના મહત્વ અંગે સમાજિક સંદેશો વહેતો મુક્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના થોમસ મેકવાને જણાવ્યુ હતું કે આજના સમયમાં દિકરીઓનું મહત્વ વધ્યુ છે. પહેલાના સમયે દિકરીઓના ભણતર પર ધ્યાન આપવામાં આવતું હતું. પરંતુ સમાજમાં આજે પરિવર્તન આવ્યુ છે. દિકરીઓ મોટી ઉચ્ચકક્ષાએ પહોંચી છે.વાલીઓમાં પણ જાગૃતા આવી છે.

પેથાપુર ગામે સોમવારે સવારે રાજ્યમાંથી 280 બાળાઓ દ્વારા બાલિકા દિવસ નિમિત્તે ગામમાં રેલીનું આયોજન કરાયુ હતું.

રાજ્યના જિલ્લાઓની 280 બાળાઓ અને સંસ્થાઓ જોડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો