તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્માકુમારીઝનું શ્રેષ્ઠ પ્રશાસન જાગૃતિ અભિયાન શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યક્તિએકોઇ પણ ક્ષેત્રમાં પોતાનાથી શરૂઆત કરવી જોઇએ, તો સફળતા મળશે. જો સ્વપરિવર્તન કરવામાં આવશે તો સમાજ પણ પરિવર્તન કરી શકશે. તેમ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝના અવધેશદીદીએ શ્રેષ્ઠ પ્રશાસન જાગૃતિ અભિયાનના પ્રારંભ પ્રસંગે જણાવ્યુ હતું. પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, મુખ્ય સચિવ જે એન સિંગ અને મુખ્ય વક્તા બ્રહ્માકુમારીઝના આશાબેન અને ભોપાલ ક્ષેત્રીયના અવધેશન મહાનુભાવો ઉપસ્થિતીમાં રાજકોટ, ગોધરા અને દમણથી એક સાથે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

અંગે સેકટર 28 બ્રહ્માકુમારીના કૈલાદીદીએ જણાવ્યુ હતું કે મુલ્યનિષ્ઠ પ્રશાસક, સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ છે. રાજયોગથી મન શુદ્ધ થાય છે અને એકાગ્રતા પણ વધે છે. આવા શાંતિ મનથી વ્યક્તિ સ્થિર અને તનાવ મુક્ત થઇને સચોટ કાર્ય કરી શકે છે. સાચો નિર્ણય લઇ શકે છે. રાજયોગ કાર્ય કુશળતામાં પણ અનેક ગણો વધારો કરે છે. તો લક્ષ્ય અને ઉદ્દેશ સાથે અભિયાન દરમિયાન બેંક, સરકારી કચેરીઓ, કોર્પોરેટ કંપનીઓ, નગરપાલિકા, એલઆઇસી, શૈક્ષણિક સંસ્થા સહિતના સ્થળો પર સેમિનાર, વર્કશોપ, ટોકશો અન પ્રવચન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કર્યા બાદ જણાવ્યુ હતું કે કોઇ પણ કાર્ય પ્રામાણિકતાથી કરવું જોઇએ. સેવા કાર્યમાં સંવેદના અને સમન્વય માટે સંવાદ જરૂરી છે. પોતાની જાતને સકારાત્મક દિશામાં કે હકારામત્ક દિશામાં વાળવા અને સુશાસન માટે સૌનો સાથે રાખીને ચાલવું જોઇએ.

પ્રજાપતિ બ્રહ્માકુમારી દ્વારા શ્રેષ્ઠ પ્રશાસન જાગૃતિ અભિયાનનો ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના હસ્તે પ્રારંભ કરાયો હતો.

સ્વપરિવર્તન કરવામાં આવે તો સમાજ પણ પરિવર્તન કરી શકાશે: અવધેશદીદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો