તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • નાઇટ હાફ મેરેથોન સ્પર્ધામાં ગાંધીનગરના દોડવીર દોડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાઇટ હાફ મેરેથોન સ્પર્ધામાં ગાંધીનગરના દોડવીર દોડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદખાતેના રિવરફ્રન્ટ પર નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તથા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ વાર યોજાયેલી નાઇટ હાફ મેરેથોન 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ બે ભાગમાં યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો.

વર્ષોથી મેરેથોનમાં દોડતા સંજયભાઇ થોરાતે જણાવ્યુ હતું કે મેરેથોન પ્રથમવાર રીવરફ્રન્ટ પર યોજાઇ હતી. તેમાં રાજ્યમાં મુંબઇ, પુના અને રાજસ્થાન તથા આંતરાષ્ટ્રીયમાં કેન્યા-ફ્રાન્સ સહિતના રનર્સ જોડાયા હતો. તેમાં ગાંધીનગર રનર્સ ગ્રુપના 22 અને જીથ્રી કલબના 10 એમ કુલ 32 સભ્યોએ ભાગ લીધો હતો.હાફ મેરેથોનની 21 કિમીમાં ફિરોઝ રાઠોડ, ઇન્દ્રસિંહ વાઘેલા, જગત કારણી, બીકે સતીષ, ડૉ. જીજ્ઞેશ રાજવીર, અંકુલ તન્ના, ભરતભાઇ પટેલ,મયુર થાનકી,ડૉ. પ્રણવ જોષીપુરા, સુકેતુ દવે તથા 10 કિમીમાં કાવ્યા તિવારી, અમિતા રોય, પિંકી જ્હા, દિપક બારોટ, કલ્પેશ બ્રહ્મભટ્ટ અને દિપક બ્રહ્મભટ્ટ સહિતના દોડવીરો જોડાયા હતાં.

રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો

અમદાવાદમાં 10 અને 21 કિ.મીની દોડ યોજાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો