તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • મંડળ આગામી શનિવારે ગાંધી ચીંધ્યા માર્ગે મહારેલી કાઢશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંડળ આગામી શનિવારે ગાંધી ચીંધ્યા માર્ગે મહારેલી કાઢશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યાહન ભોજનના કર્મચારીઓ સરકારની સામે કરશે આંદોલન

મોંઘવારીમોં ફાડીને ઉભી રહી છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા યોજનામા ફરજ બજાવતા કર્મીઓને મામુલી વેતન આપવામાં આવે છે. પોતાની માંગણીઓને લઇને આગામી શનિવારે શહેરમાં રાજ્યભરના કમર્ચારીઓ મહારેલી કાઢી સરકાર સામે પડશે અને અંત સુધી લડાઇ લડશે તેમ મંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ કહ્યું છે.

રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળમાં કામ કરતા રસોઇયા, સંચાલક અને મદદનીશને માત્ર 1 હજાર રૂપિયા માસિક વેતન અપાઇ રહ્યું છે. જે વેતનમા પરિવારનુ ગુજરાન તો ઠીક પરંતુ એક વ્યક્તિનુ ગુજરાન કરવુ પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે સરકાર છેલ્લા 30 વર્ષથી યોજનામાં કામ કરતા કર્મચારીઓને આપી રહી છે. યોજનામાં રાજ્યમાં 70 હજાર ઉપરાંત મહિલાઓ નોકરી કરી રહી છે. પ્રમુખે કહ્યું કે તમામ કર્મચારીઓના વેતનમાં વધારો કરાય અને કર્મીઓને કાયમી કરવામા આવે.કેટલાક જિલ્લાઓમાં એનજીઓને મધ્યાહન ભોજનની કામગીરી આપવામાં આવી છે. ત્યારે તેને રદ કરી દેવામાં આવે. જ્યારે કર્મચારીઓની વય મર્યાદા 58 વર્ષની જગ્યાએ 60 વર્ષ કરવાની અમારી માંગણી છે. અમે સરકારમાં બાબતે અનેક વાર રજૂઆતો કરી છે. પરંતુ સરકારે ધ્યાન આપ્યુ નથી. ત્યારે આગામી શનિવાર તા 17ના રોજ 0થી સત્યાગ્રહ છાવણી સુધી મહારેલી કાઢી સરકાર સામે બંડ પોકારશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો