તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાંકમાં ઝાડા ઉલ્ટીનાં વધુ 18 કેસો નોંધાતા તંત્રની તપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામતાલુકાનાં ઝાંક-કડાદરા માર્ગ પર આવેલી યુનિડેકોર કંપનીમાં કામ કરતા મજુરોને વર્કર કેન્ટીનમાંથી દાળ-ભાત ખાધા બાદ ફુડ પોઇઝનીંગ થવાનાં કેસમાં વધુ 18 કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. ગુરૂવારે જિલ્લા આરોગ્ય અધિકારીએ મામલતદાર સાથે મુલાકાત લઇને સમિક્ષા કરી હતી. જયારે કંપનીમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે.

સોમવારે યુનિડેકોરની વર્કર કેન્ટીન દ્વારા વાસી દાળ-ભાત પીરસવામાં આવતા 40 મજુરોને ઝાડા ઉલ્ટી થતા સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ મંગળવારે વધુ કેસો સામે આવ્યા નહોતા.

ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો ડી સી જાગાણીએ મામલતદાર સાથે કંપનીની મુલાકાત લીધી હતી અને ઓપીડી શરૂ કરાવી હતી. જેમાં વધુ 18 કેસો મળી આવતા કુલ 58 આંક પહોચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...