તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિસાનનગર પાસે ગેરકાયદે ઝુંપડાંથી રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કિસાનનગર વસાહત મંડળના પ્રમુખ ડાહ્યાભાઇ પટેલે કહ્યુ કે છેલ્લા 20 દિવસથી 7 પાસેની ખુલ્લી જગ્યામા ગેરકાયદે ઝુંપડાઓનો રાફડો ફાટી નિકળ્યો છે. ઉપરાંત રેલવે ફાટક પાસે પાછળની જગ્યામાં અસામાજિક પ્રવૃતિઓ પણ ધમધમવા લાગી છે. કોલેજના છોકરા છોકરીઓને ત્યાંથી પસાર થવુ મુશ્કેલ બની રહ્યુ છે તેનુ કારણ પણ ઝુંપડપટ્ટી છે. જ્યારે ઝુંપડપટ્ટીના કારણે આજુબાજુના સેક્ટરમાં ચોરીનુ પ્રમાણ પણ વધ્યુ છે.

વન વિભાગની જગ્યામાં ચોમાસા દરમિયાન રોપવામાં આવેલા રોપાઓને તોડી નાખવામાં આવે છે અને તેના ભોગે તે જગ્યા ઉપર ઝુંપડપટ્ટીનુ સામ્રાજ્ય સ્થપાઇ ગયુ છે. છતા વન વિભાગના કર્મચારીઓને તેની પડી ના હોય તેમ જોવા સુદ્ધા ફરકતા નથી. ત્યારે બાબતે વસાહતિઓ સાથે ગત 12/06/17ના રોજ મેયર અને કમિશ્નર અને મહાપાલિકાના દબાણ અધિકારી મહેશ મોડને રજૂઆત કરી હતી, પરંતુ કોઇ નિરાકરણ લવાયુ નથી.

દબાણ અધિકારી પણ શહેરની ઝુંપડપટ્ટી દુર કરવા દોડી રહ્રયા છે. પરંતુ અમારી રજૂઆત કરવા છતા છેલ્લા 20 દિવસથી નિરાકરણ લવાતુ નથી. અમારી બહેન દિકરીઓને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બની ગયુ છે. ઝુંપડપટ્ટીના લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા લોકોની સામે જોવા મળી છે. ત્યારે પુરુષોને પણ શરમાવવાનો વારો આવી રહ્યો છે. જો અમારી સમસ્યાનો ઉકેલ નહિં આવે તો અમારી ના છુટકે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે.

વન વિભાગની જગ્યામાં બિલાડીની ટોપની જેમ વિસ્તરતો સ્લમ વિસ્તાર

શહેરના સેક્ટર 26 કિશાનનગર પાસેના ઝંુપડા હટાવવા માટે સ્થાનિક નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...