તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મફત શરબત સેવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાનભોળાનાથને પ્રિય એવા શિવરાત્રીના પર્વના દિવસે શિવ મંદીરોમાં પ્રસાદ રૂપે ભક્તોને ભાંગ પિરસવામાં આવે છે. ભક્તો પણ ભાંગના પ્રસાદ માટે પડાપડી કરતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં 2 સર્કલે વર્ષોથી સોડાનું વેચાણ કરતા સેવાભાવી નાગરીકે શિવરાત્રીના દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યુ હતું અને તેમણે પર્વના દિવસે શહેરના 2 હજાર સિનિયર સિટીઝન્સને નિ:શુલ્ક સોડા આપવાનું જાહેર કરીને નાગરિકોને સોડા પીવડાવી હતી. સેવાભાવી વેપારી દ્વારા વાર તહેવારે નિ:શુલ્ક સોડા આપવામાં આવે છે.

ગાંધીનગરમાં સૌ કોઇ તેમને મહેન્દ્રકાકા સોડાવાળાના નામે ઓળખે છે. મહેન્દ્રભાઇની સેવાને નાગરીકો સલામ કરે છે. શહેરમાં જ્યારે ધાર્મિક તહેવાર આવે ત્યારે તેમની સોડાની દુકાને લાઇન લાગી હોય છે. તેમના સેવાભાવી સ્વભાવના અને નાગરીકોના પ્રિય એવા મહેન્દ્રભાઇ સોડા મીનરલ વોટરમાંથી બનાવે છે. ત્યારે મહાશિવરાત્રીએ ભોળાનાથને પ્રિય એવા ભાંગની જગ્યાએ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતું.

અત્યારે શહેરમાં ધીરે ગરમીનો તાપ વધી રહ્યો છે. જેના કારણે નાગરીકો પરેશાન થઇ રહ્યાં છે. ત્યારે સેકટર 2ના કોર્નર પર સ્થિત મહેન્દ્રકાકા સોડાવાળાએ વડિલોને નિ:શુલ્ક સોડા પીવડાવી હતી. તેઓ દર ધાર્મિક તહેવારો પર ગ્રાહકોને વિના મુલ્યે સોડા આપતા હોય છે. સોમવારે શિવરાત્રીના પર્વે તેઓએ વડીલોની સેવાઅર્થે સોડા આપવાનું નક્કી કર્યુ હતું. તેમને શહેરના 2 હજાર જેટલા સિનિયર સિટીઝન્સને નિ:શુલ્ક સોડા પ્રેમ પુર્વક પીવડાવી હતી.

મહાશિવરાત્રીના પર્વે ગાંધીનગરમાં 2 સર્કલે સોડાના વ્યવસાય સાથે સંકળાયેલા સેવાભાવીએ શહેરના 2 હજાર સિનિયર સિટીઝન્સને નિ:શુલ્ક સોડા પીવડાવ્યા હતાં.

2 હજાર સિનિયર સિટીઝન્સને નિ:શુલ્ક સોડા પીવડાવી

અન્ય સમાચારો પણ છે...