તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પુસ્તક પરબમાં રેડીયો જોકીએ ગીત સંગીત સાથે સાહિત્યનું રસપાન કરાવ્યું

પુસ્તક પરબમાં રેડીયો જોકીએ ગીત સંગીત સાથે સાહિત્યનું રસપાન કરાવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના4 સર્કલે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરનું આયોજન કરાય છે. ત્યારે રવિવારે પુસ્તક પરબમાં અનોખી રીતે પુસ્તક પ્રેમીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માય એફએમના જાણિતા રેડીયો જોકીએ પુસ્તક પરબમાં ગીત અને સંગીત સાથે પુસ્તક પ્રેમીઓને સાહિત્યનું રસપાન કરાવી મંત્રમુગ્ધ કરી દિધા હતાં. ઉપરાંત મુલાકાતીઓને બે મેગેજીન અને બે પુસ્તક નિ:શુલ્ક આપવામાં આવ્યા હતાં.

ગાંધીનગર કલા અને સંસ્કૃતિનું નગર બની રહ્યું છે. નાગરીકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસ લઇને તેની મજા માણે છે. શહેરના ઉદ્યોગ ભવન સામેના 4 સર્કલ પાસે મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબ યોજાય છે. તેમાં સાહિત્ય પ્રેમીઓ અને નાગરીકો મોટી સંખ્યામાં પુસ્તકો વાંચવાનો લાભ લે છે. રવિવારે પુસ્તક પરબમાં માય એફ એમના આર જેએ વાંચકોને સુંદર સંગીતમય વાર્તાનું પઠન કરીને મોજ કરાવી હતી.

માય એફ એમની આરજે આરતીએ શ્રોતાઓને ‘સાડલાની સુગંધ’ નામની વાર્તા કહી સંભળાવી હતી. વાર્તાનું સંગીતમય પઠન સાંભળીને ઉપસ્થિત સાહિત્ય રસિક નાગરીકો શબ્દોથી ભીંજાઇ ગયા હતાં. જ્યારે સિંગર અંકિતે નવા અને જુના ગીતો ગાઇને રંગ જમાવ્યો હતો. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંગીતનો લ્હાવો લેવા રીતસર ઉમટી પડ્યા હતાં. પ્રસંગે મેયર હંસાબેન મોદી, ગુડાના ચેરમેન આશિષ દવે તથા લેખક સંજય થોરાટ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...