• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • દહેગામ તાલુકાની ગ્રામ્ય દૂધ મંડળીઓને ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવવા માંગ

દહેગામ તાલુકાની ગ્રામ્ય દૂધ મંડળીઓને ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરજિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ વિવિધ દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીની એક મિટીંગ શહેરની તાલુકી પ્રોસેસિંગ જીનમાં યોજાઇ હતી. જે મિટીંગમાં હાલ દૂધ મંડળીઓનું દૂધ અમદાવાદ જિલ્લા સંઘમાં જાય છે. જેના પુરતા ભાવો મળતાં દૈનિક 15 લાખનું નુકશાન થઇ રહ્યુ છે. દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંધમાં લેવાય તેવી માંગ નહી સંતોષાતા આગામી દિવસોમાં દૂધ નહી આપવા જેવા કાર્યક્રમો કરવાનું નક્કી કરાયુ હતુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 90થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓ કાર્યરત છે.જે મંડળીઓનું દૂધ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ(ઉતમ)ડેરી ખાતે જાય છે. 1997માં દહેગામ તાલુકાનો સમાવેશ ગાંધીનગર જિલ્લામાં કરાયો હોવા છતાં દૂધ મંડળીઓનું દૂધ અમદાવાદ જિલ્લા સંઘમાં ભરવાની ફરજ પડે છે. દહેગામ તાલુકાની વિવિધ મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓ દ્વારા દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંધ(મધુર) ડેરીમાં જાય તે માટે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરાતી હોવાના કારણે ગુરૂવારે તાલુકાની કેટલીક મંડળીઓના ચેરમેન સેક્રેટરી તાલુકા પ્રોસેસિંગ જીનમાં બેઠક યોજાઇ હતી.જે બેઠકમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુમેરૂભાઇ અમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેન સેક્રેટરીની મિટીંગમાં ઉપસ્થિત સૌએ હાલ દહેગમા તાલુકાના પશુપાલકોનું દૂધ અમદાવાદ જિલ્લા સંઘમાં જતુ હોવાથી અને તેના ભાવમાં પ્રતિ કિલો ફેટ ગાંધીનગર જિલ્લા સંઘ કરતા 60 થી 70 રૂા ઓછા હોવાથી પશુપાલકોનો (ખેડૂતો)ને દૈનિક 15 લાખનું નુકશાન થાય છે. ઉપરાંત અમદાવાદ જિલ્લા સંધ દ્વારા મંડળીઓને સંઘ થકી મળતા સરકારી યોજનાઓના લાભ પણ અપાવવામાં આવતાં નથી તેમજ ગાંધીનગર જિલ્લા સંધમાં જોડાવવા માંગતાં નથી તેવા ખોટા ઠરાવો પણ કરવામાં આવતા હોવાની રજૂઆત પણ કેટલાક ચેરમેન સેક્રેટરી દ્વારા મિટીંગમાં થઇ હતી.જેથી આગામી 15 દિવસમાં સરકારના તંત્ર દ્વારા અંગે યોગ્ય નિર્ણય નહી લેવાયતો દૂધ ઢોળીને તેનો વિરોધ વ્યક્ત કરનાર હોવાની સાથે આગામી દિવસોમાં રસ્તા રોકી જલદ કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું નક્કી કરાયુ હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુમેરૂભાઇ અમીનને પૂછતાં તેઓએ જણાવ્યુ હતુ. વધુમાં તેઓએ ખેડૂતોનુ હિત ધ્યાને રાખી સરકારે તાકીદે યોગ્ય નિર્ણય લે તેવું પણ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...