• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેકટર 15ની શાળામાં પ્રવેશોત્સવને અપશુકન: ગ્રામજનોએ કર્યો વિરોધ

સેકટર 15ની શાળામાં પ્રવેશોત્સવને અપશુકન: ગ્રામજનોએ કર્યો વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા શહેરના વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયા છે. ત્યારે પાટનગરના સેકટર 15માં ફતેપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. શાળાના પ્રવેશદ્વારે આડા ઉભા રહી જઇને પૂર્વ મંત્રી આવતાં તેમને રોકી પાડીને સૌ પ્રથમ શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરવાની માંગ કરી હતી. પૂર્વ સહકારમંત્રી વાડીભાઇ પટેલે શિક્ષકોની ઘટ અંગે આગળ રજુઆત કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ શાળા પ્રવેશોત્સવમાં નવા 50 બાળકોને દફતર આપીને આવકારાયા હતાં.

સેકટર 15ના ફતેપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ અંગે ગ્રામજનો દ્વારા અનેક ફરિયાદો ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. તેમ છતાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ગુરૂવારે સવારે સેકટર 15ની પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ગ્રામજનોએ શાળાના પ્રવેશદ્વાર બંધ કરીને પ્રવેશોત્સવમાં આવનાર મહેમાનની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. પ્રવેશોત્સવમાં આવનાર પૂર્વ મંત્રી વાડીભાઇ પટેલે શાળાના પ્રવેશદ્વાર પાસે ઉભેલા વાલીઓ અને ગ્રામજનોને ખૂટતા શિક્ષકો અંગે જે તે વિભાગમાં જણાવવાની બાહેંધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

આખરે શાળાના પ્રિન્સિપાલને શાળામાં કેટલા શિક્ષકોની જરૂર છે તે અંગે રીપોર્ટ બનાવવાનું સુચન કર્યુ હતું. ઉપરાંત ગ્રામજનોએ પણ વાડીભાઇને લેખીતમાં રજુઆત કરી હતી. બાદમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં શાળામાં આવનાર બાળકોને પૂર્વ મંત્રી, કોર્પોરેટર અને ગામના અગ્રણીના હસ્તે દફ્તર, ફળોની ટોપલી અને રમકડા અપાયા હતાં. નવા 50 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

પુરતા શિક્ષકો નથી તો બાળકો ભણશે કેવી રીતે?

^શાળામાંત્રણ શિક્ષકોની ઘટ છે. બે પીટી ટીચર અને એક સમાજવિદ્યાના, વિજ્ઞાન વિષયના ટીચર નથી. અંગે ગ્રામજનો છેલ્લા બે વર્ષથી અનેક ફરિયાદ કરી ચુક્યા છે. શાળામાં જો શિક્ષકો હોય તો બાળકો ભણી કેવી રીતે શકે. > રમીલાબેનવાઘેલા, કોર્પોરેટર

શાળા પ્રવેશોત્સવ નહીં શિક્ષક ભરતી ઉત્સવ ઉજવો

^ગામનાઅગ્રણી વડીલ ચંદુજીએ કહ્યું કે શાળામાં ખુટતા શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ ખાતાના અધિકારી તેમજ મુખ્યમંત્રીને લેખીત અને મોખિક અનેક ફરિયાદો કરી છે. પરંતુ તેઓ પછી જોઇશું કઇને વાતનો ઉડાવ જવાબ આપી દે છે. તેમણે કહ્યું કે સરકાર શાળામાં પ્રવેશોત્સવ યોજે છે. તેની કરતા શિક્ષકોનો ભરતી ઉત્સવ યોજવો જોઇએ. > ચંદુજીઠાકોર, આગેવાન,ફતેપુરા ગામ.

150 વિદ્યાર્થીને માત્ર ત્રણ શિક્ષકો અભ્યાસ કરાવે છે

પાટનગરમાં સમાવિષ્ટ ફતેપુરા ગામની પ્રાથમિક શાળામાં ગામના 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ શાળામાં બાળકોને જ્ઞાન આપનાર શિક્ષકો પુરતા નથી. શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ સામે માત્ર 4 શિક્ષક છે. જેમાં 1 પ્રિન્સિપાલનો સમાવેશ પણ થાય છે.

ગાંધીનગર શહેરના સેકટર 15ની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના પ્રસંગે ગ્રામજનોએ શાળામાં પૂરતા શિક્ષકો હોવાના કારણે વિરોધ કર્યો હતો.

ગામ લોકોએ શાળામાં અપૂરતા શિક્ષકોના મુદ્દે પૂર્વ મંત્રીને રીતસર ઘેરી લીધા

અન્ય સમાચારો પણ છે...