• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું, પણ મોડી સાંજે ઠંડો પવન ફૂંકાતા રાહત

ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું, પણ મોડી સાંજે ઠંડો પવન ફૂંકાતા રાહત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં સાંજ પડે ને વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. જો કે દિવસભર અસહ્ય ગરમીનું પ્રમાણ તો યથાવત રહ્યું છે, પરંતુ મોડી સાંજે ઠંડો પવન ફૂકાવાનો શરૂ થતાં વાતાવરણ આલહાદક થઇ ગયુ હતું. તેના કારણે શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી હતી.

સ્થાનિક હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં બુધવારે તાપમાનનો મહત્તમ પારો 40 અને લઘુતાતમ 29.5 ડિગ્રી હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 63 ટકા અને સાંજે 32 ટકા નોંધાયુ હતું. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થયો હતો અને પરંતુ વરસાદ પડે તેવા કોઇ ચિન્હો જણાતા હતા. મોડી સાંજે પવનની ગતિ પ્રકતિ કલાકે 6 કિલો મીટરની નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...