તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુટ્ટા કરેલા મેલરિયા વિભાગના કર્મીઓને પરત લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમહાનગર પાલિકાની મેલેરીયા શાખામાં કામ કરતા 15 જેટલા રોજમદાર કર્મચારીઓને કમિશ્નરનાં આદેશથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને પગાર વધારા માંગણી મુદ્દે હાઇકોર્ટમાં જવાનાં કારણે આવો નિર્ણય લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુદ્દે છુટ્ટા કરાયેલા કર્મચારીઓ રજુઆત માટે મિડીયા સુધી પહોચ્યા હતા. કર્મચારીઓને ફોન કરીને ગુરૂવારથી કામ પર હાજર થવાની જાણ કરવામાં આવતા કર્મચારીઓ ફરી કામે લાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...