તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7.5 કરોડનાં ચીટીંગનો આરોપી કોર્ટ સામે ઢળી પડયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તામિલનાડુનાંકાંચીપુરમ જિલ્લામાં આવેલી એક ખાનગી મેડીકલ કોલેજ દ્વારા અમદાવાદનાં મોટેરા વિસ્તારનાં એક શખ્સ પાસેથી રૂ. 7.5 કરોડનાં મેડીકલ ઇક્વીપમેન્ટસ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ પૈસા લઇને ઇક્વીપમેન્ટ મોકલતા તેમની સામે ફરીયાદ દાખલ થતા તમિલનાડુ પોલીસે આરોપીને અમદાવાદથી ઝડપી લઇને તમિલનાડુ લઇ જવા ગાંધીનગર કોર્ટમાં મંજુરી માટે આવી હતી. ત્યારે આરોપી કોર્ટ બહાર ઢળી પડતા ગાંધીગનર સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

કાંચીપુરમની પુન્નયા રામાજયન મેડીકલ કોલેજ દ્વારા અમદાવાદનાં મોટેરા વિસ્તારમાં ડીસ્ટ્રીબ્યુરશીપ ધરાવતા યોગેશ ગુપ્તા નામનાં શખ્સ પાસેથી મેડીકલ ઇક્વીમેન્ટ મંગાવવા સંપર્ક કર્યો હતો. મેડીકલ કોલેજની માંગ પ્રમાણે ઇક્વીમેન્ટનો ઓર્ડર તથા રૂ. 7.5 કરોડનું પેમેન્ટ લઇ લીધુ હતુ. પરંતુ ઇક્વીમેન્ટ મોકલીને છેતરપીંડી આચરી હતી. જે અંગે મેડીકલ કોલેજ તંત્ર દ્વારા અંગે કાંચીપુરમમાં ફરીયાદ નોંધાવવામાં આવતા કાંચીપુરમ ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચાંદખેડા પોલીસની મદદથી આરોપી યોગેશને શોધી લીધો હતો. કાંચીપુરમ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી તેન્ના રઇશ તેમનાં સ્ટાફ સાથે ચાંદખેડાથી આરોપીને તમીલનાડુ લઇ જવા આવ્યા હતા .

મોટેરાનાં યોગેશે પૈસા પડાવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...