તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પાટનગરમાં ચોમાસામાં સફાઇની જાળવણી માટે પૂર્વ આયોજન શરૂ

પાટનગરમાં ચોમાસામાં સફાઇની જાળવણી માટે પૂર્વ આયોજન શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાંચોમાસા દરમિયાન સફાઇ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે અને સ્વચ્છતા સંબંધિ પ્રશ્રો ઉભા થાય તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા પૂર્વ આયોજન શરૂ કરવામા આવ્યું છે.

સંદર્ભે બોલાવાયેલી વિશેષ બેઠકમાં વાત પણ ચર્ચામાં લેવાઇ હતી કે, મહાપાલિકા વિસ્તારમાં જરૂરના પ્રમાણમાં સ્ટાફ ઓછો છે. આવા સંજોગોમાં ગંદકી કચરો ઉઠાવવા માટે આઉટ સોર્સથી કામ કરાવવા વિચારણા કરાઇ હતી.

સફાઇ વ્યવસ્થા સાથે જોડાયેલા મહાપાલિકાના અધિકારીઓની વિશેષ બેઠક આગામી ચોમાસા સંદર્ભે સફાઇ વ્યવસ્થાના પૂર્વ આયોજન માટે બોલાવાઇ હતી. ચોસામા દરમ્યાન ઉભી થતી ગંદકીની સ્થિતિને પહોંચી વળવા સઘન ચર્ચા કરવામાં આવી હતી. સફાઇ માટેના કાયમી સ્ટાફની તંગીનો મુદ્દો ચર્ચામાં લેવાયો હતો અને આઉટ સોર્સથી કામ કરાવવા તૈયારી રાખવા નક્કી કરવામાં આવ્યું હતું કેમ કે, મહાપાલિકામાં સફાઇ કામદારોના મંજુર મહેકમ કરતા સ્ટાફ ઓછો છે.

હાજર પૈકીના 25 ટકા જેટલા કર્મચારી વિવિધ કારણસર ગેરહાજર રહેતા હોય છે. તેથી ફિલ્ડમાં ખરા અર્થમાં તો માત્ર 75 ટકા સ્ટાફ રહે છે. સંજોગોમાં સફાઇ વ્યવસ્થા જાળવવાનું કામ કપરુ બની જાય છે. બીજીબાજુ ચોમાસાના દિવસોમાં થતી ગંદકી ઉલેચવાની કામગીરી સામાન્ય દિવસો કરતા વધુ કપરી હોય છે. ચોસામા ગંદકીની સ્થિતિ રહે તે માટે ખાનગી એજન્સીઓ સાથે વાતચીત કરી લેવામાં આવી છે.

ટ્રેકટર, ડમ્પર, જેસીબી મશીન પણ તૈયાર રહે તેવી ગોઠવણ કરવા જણાવી દેવામાં આવ્યું છે. લેન્ડ ફીલ સાઇટ પર વિશેષ ધ્યાન આપવા કમિશનરે જણાવ્યું છે. મહાપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરો ચોમાસા દરમ્યાન તેને સોંપાયેલા વિસ્તારોમાં સતત ફરતા રહે અને સ્થિતિનો ક્યાસ કાઢીને ઉપરી અધિકારીઓને કયાં શુ કરવું જરૂરી છે તેનો રીપોર્ટ આપે તેવી સુચના તેમજ વિવિધ પ્રકારની માહિતી આપવામા આવી હતી.

ગાંધીનગર મનપા પાસે જરૂરથી ઓછા સફાઇ કામદારો છે

અન્ય સમાચારો પણ છે...