તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સમસ્યાનો નિકાલ | કલેક્ટરે તમામ લોકોની રજુઆતો અને પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કર્યો હતો

સમસ્યાનો નિકાલ | કલેક્ટરે તમામ લોકોની રજુઆતો અને પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કર્યો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાલાગામે જિલ્લા કલેક્ટર સતીષ પટેલની ઉપસ્થિતીમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું. જ્યાં છાલા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોના તમામ પ્રશ્નો સાંભળવામાં આવ્યાં હતાં અને 5 હજાર અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.

સેવાસેતુ કાર્યક્રમમાં દોલારાણા વાસણા, દશેલા, ધણપ, લેકાવાડા, વાઘરમપુર, સાદરા, જાખોરા, રાજપુર, ચેખાલારાણી, માધવગઢ અને ચંદ્રાલા ગામના લોકોએ ભાગ લીધો હતો. જેમાં કલેક્ટરે તમામ ગામના નાગરિકોની સમસ્યાઓ અને પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. તેમજ કલેકટર સેવાસેુતુ કાર્યક્રમની સુવિધાની નિરક્ષણ કર્યું હતું.

કાર્યક્રમમાં મામલતદાર કે જોષી, નાયબ મામલતદાર એમ ડી પટેલ અને ગોહિલ સહિત છાલા ગામના સરપંચ મણિભાઇ પટેલ, ચંદ્રાલાના સરપંચ વિનુભાઇ પટેલ, ગિયોડગામના સરપંચ કોલીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

છાલા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવ્યો હતો.

છાલા ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 5 હજાર અરજીનો નિકાલ

અન્ય સમાચારો પણ છે...