તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષાંશ-રેખાંશના માપને કારણે સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળા દૂરની 5 અરજી

ગૂગલ મેપથી અંતર માપણીમાં શું સમસ્યા થઇ

RTEમાં ગૂગલ મેપથી શાળા ફાળવવામાં ગોટાળા

રાજયસરકારનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બાળકને તેમનાં ઘરથી 6 કિલોમિટરનાં પરીઘમાં શાળા ફાળવવાનો નિયમ નક્કી કરાયો છે. જે આધાર પર શાળાઓની યાદી પણ આપવામાં આવી હતી. તેમ છતા બાળકનાં ઘરથી શાળાનું અંતર વધારે હોવાની વ્યાપક ફરીયાદો-વાંધા અરજીઓ મળી રહી છે. જેની પાછળ ગુગલ મેપથી શાળાનાં અંતરની કરવામાં આવેલી માપણી કારણભુત છે. જેના કારણે શિક્ષણ કચેરી દ્વારા આવા વાંધા અરજીઓને ધ્યાને લેવાની ફરજ પડી છે.

આરટીઇમાં ખાનગી શાળાઓમાં ગરીબ પરીવારનાં બાળકોને આપવામાં આવતા પ્રવેશમાં ઓનલાઇન પ્રક્રિયા પુર્ણ થયા બાદ વ્યાપક પ્રમાણમાં વાંધા મળ્યા છે. જેમાં દુરની શાળાનાં ફાળવળીની પણ ફરીયાદો છે. જો કે સરકાર દ્વારા નક્કી કરાયુ હતુ કે બાળકને શાળા દુરની નહી પણ તેનાં ઘરથી 6 કિલોમીટર સુધીમાં મળે. જેથી બાળકોની સલામતીની સાથે ટ્રાન્સ્પોટ્રેશનનો ખર્ચ વધારે પડે. ત્યારે શાળાનું અંતર નક્કી કરવા માટે ગુગલ મેપનો સહારો લેવામાં આવ્યો હતો. જે બાળક દ્વારા અરજી કરવામાં આવે ત્યારે તેમનાં ઘરથી 6 કિમી સુધીનાં અંતરની શાળાઓ પસંદગી માટે અપાતી હતી. જેમાંથી એક શાળાની પસંદગી કરાતી હતી. પ્રક્રિયા પુર્ણ થયા બાદ જયારે વાલીઓ એડમિશન કરાવવા ગયા તો હકીકતે શાળાઓ તેમનાં ઘરથી 10 કિમીથી 14 કિમી દુર પડતી હતી. જેને લઇને વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરીયાદો લઇને પહોચવા લાગતા શિક્ષણ કચેરીને દિશામાં તપાસ કરવાની ફરજ પડી. ત્યારે ગુગલ મેપ દ્વારા નક્કી કરવામાં આવેલા શાળાઓનાં અંતરને કારણે ગુંચવાળો પડ્યો હોવાની ખબર પડી છે. જેને લઇને આવી વાંધા અરજીઓ સ્વીકારીને સ્કુલો બદલવાની આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજયભરમાંથી શિક્ષણ કચેરી દ્વારા મંગાવવામાં આવેલી વાંધા અરજીઓમાં વાલીઓ દ્વારા કરાયેલી અંદાજે 20 ટકા જેટલી અરજીઓ દુરની શાળા મળ્યાની છે. આટલા મોટા પ્રમાણમાં અરજીઓ મળતા કચેરીએ સમસ્યાને ગંભીરતાથી લઇને અંતરનાં વાંકે પ્રવેશપાત્ર હોવા છતા રહી જતા બાળકોને મેન્યુઅલી નજીકની શાળા પસંદ કરાવવાની પ્રક્રીયા હાથ ધરી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી મળેલી 60 જેટલી વાંધા અરજીઓમાંથી 5 અરજીઓ શાળાનાં અંતરને લગતી અને તેની ફાળવણી ગુગલ મેપના કારણે થઇ હોવાનું શિક્ષણ વિભાગનાં સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

ગુગલ મેપનાં આધારે નક્કી થયેલા શાળાનાં અંતરનું સીધુ ઉદાહરણ સમજવા જઇએ તો દાખલા તરીકે ગાંધીનગર પાસેનાં બોરીજથી સાબરમતી નદીનાં પેલે પાર આવેલા પાલજ ગામનું મેપ આધારે અક્ષાંશ-રેખાંશ પ્રમાણે સીધુ (હવાઇ અંતર)અંતર 2.6 કિમી થાય. જે પ્રમાણે પાલજનાં બાળકને બોરીજની ખાનગી શાળા મળે. પણ બાળકને બોરીજ આવવુ હોય તો લેકાવાડા થઇને સેકટર 30 સર્કલથી ફરીને આવવુ પડે. જે અંતર 6.7 કિલોમીટર થઇ જાય છે.

વિદ્યાર્થીઓને 6 કિમીથી દૂરની શાળાઓ મળ્યાની વાલીઓની ફરિયાદો અને વાંધા અરજીઓ મળી

મેપનાં અક્ષાંશ-રેખાંશના આધારે જોયેલું ડિસ્ટન્સ અને માર્ગનું અંતર અલગ જોવા મળ્યું

^ શાળાનું અંતર નક્કી કરવાની કામગીરી સર્વ શિક્ષા અભિયાનને અપાઇ હતી. તેમણે ગુગલ મેપ આધારે જે અંતર નક્કી કર્યા તે પ્રમાણે પ્રવેશ અપાયો. પરંતુ અક્ષાંશ-રેખાંશ આધારે નક્કી થયેલાં અંતરનાં માપો ફિઝીકલી વધ-ઘટ વાળા છે. ફરીયાદો સ્વિકારીને કાર્યવાહી હાથ ધરી છે. >અેમ.જે જોષી,પ્રા.શિક્ષણ નિયામક

અન્ય સમાચારો પણ છે...