તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • આરટીઇ હેઠળ પ્રવેશ માટે વાલીઓની દોડધામ, અંતિમ તારીખની મુદત વધારવા માટે માંગ કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરટીઇ હેઠળ પ્રવેશ માટે વાલીઓની દોડધામ, અંતિમ તારીખની મુદત વધારવા માટે માંગ કરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીઓ દાખલા મેળવવા ધક્કા ખાતા રહ્યા ને તારીખ વીતી ગઇ

રાઇટટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણનાં અધિકાર હેઠળ નબળા અને વંચિત જુથનાં બાળકોને પ્રવેશ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ વાલીઓ વિવિધ દાખલાઓ મેળવવા કોર્ટ-કચેરીઓનાં ધક્કા ખાઇને થાક્યા છતા અંતિમ તારીખ સુધીમાં પહોચી મળતા ઘણા બાળકો લાયક હોવા છતા અધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતી નિર્માણ થઇ છે.

આરટીઇ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં અનાથ, બાલગૃહનાં બાળકો, વિશીષ્ઠ બાળકો, એચઆઇ વી ગ્રસ્ત બાળકો, સ્થળાંતરીત બાળકો, શારીરિક વિકલાંગ બાળકો, એસ-એસટી, બીપીએલ, વિચરતી જાતીનાં બાળકો તથા જરૂરીયાત મંદ બાળકો માટે 25 % બેઠકો આપવામાં આવી છે. સરકાર દ્વારા પણ દિશામાં મહત્વનાં પ્રયાસો થયા છે. સમગ્ર રાજયમાં ફોર્મ સ્વીકારવા માટે 451 જેટલા સેન્ટરો તથા ઓનલાઇન અરજી સ્વીકારવાની વ્યવસ્થા તા 21 ફેબ્રુ.થી 15મી માર્ચ હતી. જેને જમા કરાવવાની છેલ્લી તારીખ 20મી માર્ચ આપવામાં આવી છે.

પરંતુ મોટા ભાગનાં વાલીઓનાં બાળકો અભણ તથા ગફલતમાં હોવાનાં કારણે અધિકારની જાણ નહોતી. જેમને જાણ થઇ તેઓ બાળકોનાં પ્રવેશ માટે આવકનો, જાતિનો, ખોડખાંપણના દાખલા કઢાવવા દોડતા રહ્યા અને જવાબદારી કચેરીઓમાંથી સમયસર સેવા મળી શકતા અંતિમ તારીખ સુધીમાં ફોર્મ જમા કરાવી શકે તેમ નથી. વાલીઓનાં જણાવ્યાનુંસાર દાખલો કઢાવવાની શરૂઆત ગ્રામ પંચાયતથી થાય, પણ બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટી હોવાથી તેની રાહ જોવામાં સમય ગયો, ફોર્મ ઘણા જટીલ છે, તાલુકા કક્ષાની કચેરીઓમાં એક ધક્કે કામ પતતા નથી. જયારે મજુરી છોડીને પ્રયત્નો કરવા છતા અંતિમ તારીખ સુધીમાં ફોર્મ જમા કરાવી શકાય તેમ નથી. જેના કારણે અમારા બાળકો વંચિત રહી જશે. ત્યારે અંતિમ તારીખની મુદત વધારવામાં આવે તેવી શિક્ષણ વિભાગ અને સરકારને અમારી વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો