કલા શિક્ષકો સરકારને આજે આવેદન આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંએટીડી પાસ ઉમેદવારોની ભરતી કરવામાં નહીં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા આજે શુક્રવારે એક દિવસના ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ વિધાનસભા સત્ર ચાલુ હોવાથી સરકારનુ ચિત્ર ખરડાઇ શકવાને લઇને માત્ર કલેક્ટરને આવેદન આપશે. જો આવેદનની અવગણના કરવામાં આવશે તો એપ્રિલમાં લડત આપવામાં આવશે. ચિત્ર શિક્ષકોની હાલત રાજ્યમાં કફોડી બની ગઇ છે. કોઇ પ્રમોશન નહીં માત્ર અન્ય લોકોનુ ચિત્ર સારુ બનાવવાની કામગીરી કરવાની. ત્યારે શિક્ષકો અને એટીડી પાસ ઉમેદવાર દ્વારા 10 માર્ચના રોજ સત્યાગ્રહ છાવણીમાં એક દિવસીય ઉપવાસ રાખવાનો કાર્યક્રમ નક્કી કરવામા આવ્યો હતો. ત્યારે વિધાનસભા સત્રને લઇને મંજુરી નહીં મળતા માત્ર ગાંધીનગર કલેક્ટરને આવેદન પત્ર પાવઠવશે. જેમાં પોતાની માંગણીઓને લાગણીઓને સમાવશે. ત્યારે જો સરકાર બાબતે ઠોસ નિર્ણય નહીં કરે તો એપ્રિલ મહિનામાં લડત ચલાવવામા આવશે.

એટીડી પાસની ભરતી કરાતા રોષ

અન્ય સમાચારો પણ છે...