ફી વધે તે પહેલાં RTOમાં અરજદારોની ભીડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રકારદ્વારા ડ્રાઇવીંગ લાયસન્સ અને તેના રિન્યુઅલ સહિતની ફીમાં વધારો જાહેર કરી દેવાયો છે. જો કે તેનો અમલ 14મી માર્ચથી કરવાનો હોવાથી ગાંધીનગર આરટીઓમાં જિલ્લા ભરના અરજદારોએ ભારે ધસારો કર્યો હતો.

લર્નીંગ અને પાકા લાયસન્સની ફીમાં તોતીગ વધારો ઝીંકી દેવાના પગલે લોકોમાં ભારે રોષની લાગણી વર્તાઇ રહી છે. આગામી દિવસોમાં લોકોનો રોષ ભબૂકી ઉઠે તો આંદોલન પણ થઇ શકે છે. જો કે તે પહેલાં લાયસન્સ કઢાવવા અને રિન્યુ કરાવવા માટે 14મી માર્ચ પછી વધારાની ફી ચૂકવવી પડે તે માટે મોટી સંખ્યામાં અરજદારો સવારથી આરટીઓમાં ઉમટી પડ્યા હતાં. તેના કારણે કર્મચારીઓ ઉપર એકાએક કામનું ભારણ વધી ગયુ હતું. તેમજ આરટીઓ એજન્ટોને કમાવાનો મોકો મળી ગયો હતો.

14ની માર્ચ પહેલા આવતી કાલે શુક્રવારે એક માત્ર દિવસ હોવાથી આવતી કાલે પણ આરટીઓમાં અરજદારોનો ધસારો થવાની શક્યતા કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.શનિવારથી સળંગ રજા હોવાથી શુક્રવારે આરટીઓમાં ભારે ધસારો થવાની શક્યતા

અન્ય સમાચારો પણ છે...