LDRPમાં વિદ્યાર્થિનીઓની લેક્ચર સિરિઝનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે એમબીએ ડીપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું

8માર્ચ વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી. ત્યારે સેકટર 15 સ્થિત એલ ડી આરપી કેમ્પસમાં આવેલા એમબીએ ઇન્સ્ટિટ્યુટ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ભૂતપૂર્વ સફળ વિદ્યાર્થિનીઓના લેક્ચરની સિરીઝનો પ્રારંભ કરાયો છે. મહિલા દિવસે શરૂ થયેલી લેક્ચર સિરીઝના પ્રારંભે પ્રથમ લેક્ચર ગોલ્ડ મેડાલિસ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થિની જલ્પા ઠક્કરનું આયોજન કરાયું હતું. હાલમાં તે એએસએમ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રોફેશનલ સ્ટૂડીઝ કરે છે. તેણે પોતાના અનુભવો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સમક્ષ રજુ કર્યા હતાં.

વર્ષ 2007 અને 2009ના વર્ષમાં એલડીઆરપી કેમ્પસમાં એમબીએમાં અભ્યાસ કરનાર જલ્પા ઠક્કરે ગોલ્ડ મોનિટાઇઝેશન ઇન ઇન્ડિયા’ વિષય પર લેક્ચર આપ્યું હતું.તેણે કહ્યું હતું કે, ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કિમમાં મહિલાઓ રસ દાખવવો જોઇએ. આપણે જ્વેલરી માટે આપણે બેંકમાં પૈસા દઇને લોકર ખરીદીએ છીએ. તેની જગ્યાએ સરકારની ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં જ્વેલરી મુકીએ તો લોકરનું ભાડુ નહીં આપવું પડે. લોકરમાં કોઇ ઇન્ટરેસ્ટ નહીં મળી, જ્યારે સ્કીમમાં ઇન્ટરેસ્ટ મળે છે. સ્કીમમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને કેવી રીતે ખાતુ ખોલાવવું અને ક્યાં જવું તે અંગે માર્ગદર્શન અપાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...