• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરના રાંધેજા ગામમાં આજે વૈદિક દ્રષ્ટીએ હોલિકા દહન કરાશે

ગાંધીનગરના રાંધેજા ગામમાં આજે વૈદિક દ્રષ્ટીએ હોલિકા દહન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેદવિજ્ઞાન પ્રતિષ્ઠાન દ્વારા સામાજિક સ્વાસ્થ્યના હિતને લક્ષમાં રાખી આવતી કાલ 12મી માર્ચને ફાગણ સુદ પૂનમ નિમિત્તે રાંધેજા ખાતે વૈદિક દ્રષ્ટીએ હોલિકા દહનનો પ્રયોગ યોજવામાં આવ્યો છે. પ્રયોગ દ્વારા હોળી પ્રગટાવો અને વાયરસ ભગાવો તે પ્રકારનો દ્રષ્ટીકોણ રાખવામાં આવ્યો છે. જો કે ગત વર્ષે પ્રથમ વખત વૈદિક હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. તેને ભારે પ્રતિસાદ મળતાં રવિવારે વધુ એક વખત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદવિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવી સામાજિક હિતને લક્ષમાં રાખી વેદોક્ત પધ્ધતિથી હોલિકા દહનનો કાર્યક્રમ રાંધેજામાં રવિવારે સાંજે 6 વાગ્યે યોજવામાં આવ્યો છે. હોળી પ્રગટાવવા આંબો, વડ, પીંપળો, ખેર, ચંદન, ખીજડો, ઉંબરો અને આકડાના લાકડાનો ઉપયોગ થશે. ઉપરાંત 111 પ્રકારની દિવ્ય ઔષધીઓ ગાયના છાણા સાથે હોમવામાં આવશે.

ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામમાં આવેલા વેદ વિજ્ઞાન પ્રતિષ્ઠાન સંચાલિત આર્યગ્રામ કેશવ ગૌશાળા દ્વારા વિશિષ્ટ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા જણાવાયુ છે કે ઋતુસંધીકાળમાં વિવિધ પ્રકારના વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધારે હોય છે. તેના કારણે વખતે શિશિર-વસંતઋતુ સંધિકાળમાં સ્વાઇન ફ્લ્યૂ, ઝીકા તેમજ અન્ય પ્રકારના નવા જૂના વાયરસ હવામાનમાં ફેલાય છે. તેનો નાશ કરવા માટે વૈદિક હોલિકા દહન માનવ આરોગ્યના હિતમાં છે.

વેદમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે સાર્વજનિક વૈદિક હોલિકા દહન એક નિર્ધારિત દિવસે ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધિય દ્વવ્યોથી થતુ હોવાથી વાતવરણમાં ફેલાયેલા વાયરસનો નાશ થાય છે અને વાતાવરણની શુધ્ધિ થાય છે. યજ્ઞમાં વપરાતા લાકડા અને ઔશધી દ્વવ્યોના ઉપયોગથી ઉત્સર્જીત વાયુ અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી અસરો બાબતે વિશ્વમાં અનેક પ્રયોગ થઇ રહ્યાં છે.

વેદ વિજ્ઞાન પ્રતિષ્ઠાન દ્વારા સામાજિક સ્વાસ્થ્યના હિતમાં હાથ ધરાયેલો અનોખો પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...