• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ખોરજગામના ત્રણ વર્ષના બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ : તંત્ર એલર્ટ

ખોરજગામના ત્રણ વર્ષના બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ : તંત્ર એલર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાના ખોરજ ગામમાં સ્વાઇન ફ્લ્યૂનો પોઝિટિવ નોંધાયો છે. હાલમાં ત્રણ વર્ષનો બાળ દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે તેની હાલત સંપૂર્ણ પણે સુધારા ઉપર હોવા છતાં આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર સહિત આસપાસમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન કોઇ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.

શિયાળાની ઋતુની વિદાય થઇ ગયા પછી પણ બેવડી ઋતુ વર્તાઇ રહી છે. ત્યારે ખોરજ ગામમાં સ્વાઇન ફ્લ્યૂનો પોઝિટિવ કેસ મળતાં જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયું છે. ખોરજમાં 3 વર્ષના બાળકની નાદૂરસ્ત તબિયતમાં કોઇ સુધારો થયો હતો. જેથી તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને સ્વાઇન ફ્લ્યૂ થયો હોવાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તે અંગેની જાણ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રને કરવામાં આવી હતી. તેના આધારે તંત્ર દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ છે. તે દરમિયાન તાવનો કોઇ દર્દી મળી આવે તો પણ જિલ્લા કક્ષાએ જાણ કરવા આદેશ કરાયો છે. અનુસંધાન પાનાનં 2 ઉપર....

સ્વાઇન ફ્લૂના લક્ષણો

શરદી,ગળુ છોલાવા સાથે દુ:ખાવો થવો, સતત વહેતુ નાક, થાક લાગવો, ભુખનો અભાવ, ઉધરસ અને ખાંસી, ઝાડા (ડાયેરિયા) થવા અને ઉલટી થવી અને ઉબકા આવવા. વગેરે સ્નાઇન ફ્લૂ રોગના લક્ષણો હોવાનું ડો.દિનકર ગોસ્વામીએ જણાવ્યું છે.

બાળ દર્દીને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો: અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...