સિવિલ કેમ્પસ ચોરો માટે સ્વર્ગ સમાન, બાઇકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં વધી રહેલી વાહન ચોરીમાં ગાંધીનગર સિવિલ હોસ્પીટલ કેમ્પસ વાહન ચોરો માટે ઇઝી ટાર્ગેટ રહ્યો છે. સિવિલમાંથી ટુ વ્હીલર્સ તથા રીક્ષા ચોરીનાં બનાવો કાયમી બની રહ્યા છે. ત્યારે વાવોલની શુભમ રેસીડેન્સીમાં રહેતા વિજયભાઇ પ્રવિણભાઇ ગત તા 23મીનાં રોજ પોતાનું સીબી સાઇન મોટર સાઇકલ સિવિલનાં નવા બિલ્ડીંગમાં પાર્ક કરીને અમદાવાદ કામથી ગયા હતા. રાત્રે પરત ફર્યા તો બાઇક ગાયબ હતુ. આસપાસ શોધ કરતા ખબર પડી હતી કે અહિયા તો ગમે ત્યારે વાહનો ચોરાઇ જાય છે. જેના પગલે વિજયભાઇ દ્વારા સેકટર 7 પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરીયાદ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘર આંગણેથી તથા જાહેર સ્થળો પરથી વાહનો ચોરાઇ જવાનાંબનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પીટલ કેમ્પસમાંથી સૌથી વધુ વાહન ચોરી થાય છે. જો કે સિવિલ કેમ્પસમાં સિક્યુરીટી સાથેનું પાર્કીંગ હોવા છતા વાહન ચાલકો ત્યાં પૈસા બચાવવા પાર્ક કરતા નથી. પાર્કિંગમાં ટોકન સીસ્ટમ હોવાથી વાહન ચોરવુ અશક્ય છે. જેના કારણે પાર્કિંગની બહારથી વાહનો ચોરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...