• Gujarati News
  • ઇમ્પેક્ટ ફીના મહાપાલિકાએ પરત કરેલા કેસોનો ગુડા નિકાલ કરશે

ઇમ્પેક્ટ ફીના મહાપાલિકાએ પરત કરેલા કેસોનો ગુડા નિકાલ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં પણ ગેરકાયદે કે વધારાના બાંધકામને ઇમ્પેક્ટ ફી વસૂલીને નિયમિત કરી દેવાની રાજ્ય સરકારની યોજના અમલી કરાઇ છે. પરંતુ અહીં અનેકવિધ તંત્ર કાર્યરત હોવાથી અનેકવિધ પ્રશ્નો પણ સમયાંતરે ઉભા થચાં રહે છે. તેવું ઇમ્પેક્ટ ફીની યોજનામાં બન્યું છે. ગુડાએ તમામ સતા મહાપાલિકાને સોંપી દીધા પછી મહેકમના અભાવે કામગીરી થઇ શકે તેમ નહીં હોવાનું જાહેર કરી 70 જેટલા કેસ ગુડાને પરત કરતાં ગુડાએ તેના નિકાલની કાર્યવાહી શરૂ કરી છે અને 31મી ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં બાંધકામ નિયમિત થશે કે નહીં તેનો નિર્ણય આપી દેવાનાર છે.

ગુડાના ચેરમેન આશિષભાઇ દવેએ જણાવ્યું કે મહાપાલિકાને બાંધકામ પરવાનગીની સતાની સોંપણી સરકારના આદેશ અનુસાર સોંપવામાં આવી તેની સાથે સંબંધિ તમામ ફાઇલ અને સાહિત્યની સોંપણી પણ ગુડા દ્વારા કરી દેવામાં આવી હતી. તેમાં ઇમ્પેક્ટ ફીનાં કેસ પણ સુપરત કરવામાં આવ્યા હતાં. જો કે મહાપાલિકા પાસે કામગીરી કરવા માટે જરૂરી સ્ટાફ નહીં હોવાથી ઇમ્પેક્ટ ફીનાં કેસની 70 ફાઇલ પરત કરીને તેનો નિકાલ કરી આપવા વિનંતી કરી હતી. પરિણામે ઉપરોક્ત પ્રકરણ ગુડા દ્વારા સ્વીકારી લેવાયા હતાં અને તેનો હા કે નામાં અંતિમ નિકાલ મુદત પુરી થવા પહેલાં કરી દેવામાં આવશે.

ગાંધીનગર શહેર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જમીનની ફાળવણીની કામગીરી કલેક્ટર તંત્રની જમીન ફાળવણી શાખા દ્વારા શરતોને આધિન કરવામાં આવી છે. પરિણામે જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હોય તેમાં જે તે હેતુના બાંધકામ ઉપરાંતનું કોઇ બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેને સંપૂર્ણ ગેરકાયદે ગણવાનો નિયમ છે. સંજોગોમાં સનદની શરતવાળા પ્રકારના કિસ્સામાં બાંધકામને નિયમિત કરી આપવાની માગણી કરતી અરજીઓ ખુબ મોટી સંખ્યામાં આવી હતી અને તે તમામ ફાઇલો ગુડા દ્વારા કલેક્ટર તંત્રને સુપરત કરવામાં આવી હતી. જેનો નિર્ણય કલેક્ટરે કરવાનો થાય છે.

31મી ઓગસ્ટ પહેલાં બાંધકામનો નિર્ણય આપી દેવાશે