તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • MPના ખેડૂતો પર દમન મુદ્દે કોંગ્રેસના દેખાવો: કાર્યકરોની અટકાયત કરાઇ

MPના ખેડૂતો પર દમન મુદ્દે કોંગ્રેસના દેખાવો: કાર્યકરોની અટકાયત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખ સુર્યસિંહે કહ્યુ કે દેશનો ખેડૂત પરસેવો પાડી પકવેલા પાકને રસ્તા ઉપર નાખી રહ્યો છે તેનુ એક માત્ર કારણ મોદી સરકારની નીતિઓ છે. દેશના કિસાનને જગતનો તાત કહેવામાં આવી રહ્યો છે પરંતુ તાતની સ્થિતિની સરકારને પડી નથી. છેલ્લા ચોવિસ કલાકમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 4 કિસાનોને આત્મહત્યા કરી છે. પોલીસ દમનમાં માર્યા ગયેલા કિસાનોની આત્માને શાંતિ મળે તે માટે શહેરની સત્યાગ્રહ છાવણીમાં મૌન પાળવામાં આવ્યુ હતુ અને શ્રદ્ધાંજલિ અર્પિ હતી અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર કલેક્ટરને આવેદન આપવા જઇ રહેલા કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ.

શહેરની પોલીસે પણ પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ડૉ. સી જે ચાવડા, ડૉ. કૌશિક શાહ, શૈલેન્દ્રસિંહ બિહોલા, ચિમન વિંઝુંડા અને ધરની પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે કોંગી કાર્યકર સહિત આગેવોનેની ધરપકડ કરી હતી.

સત્યાગ્રહ છાવણીથી કલેક્ટરને આવેદન આપવા જતા પોલીસ વચ્ચે ઘર્ષણ

અન્ય સમાચારો પણ છે...