• Gujarati News
  • શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ: ગંદકી ફેલાવતા પાંચને દંડ ફટકારાયો

શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ: ગંદકી ફેલાવતા પાંચને દંડ ફટકારાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાસ્થાપના દિવસ 1લી મેથી ગાંધીનગરમાં સ્વછતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના અસરકારક અમલ માટે ગાંધીનગર મહાપાલિકા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુરુવારે 0 સર્કલથી શાહપુર ચોકડી સુધીના માર્ગ પર સફાઈ કરવામાં આવી હતી જ્યારે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા કોબા સુધીના માર્ગ પર સર્વિસ રોડની સફાઇ કરવામાં આવી હતી. દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવનાર લારી ગલ્લાધારક 5 ઈસમોને ~ 2,500 દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત 7 સર્કલથી 7 તથા ચરેડી સ્લમ વિસ્તારમાં સફાઈ કરાઇ હતી.

ગ્રીનસીટી ગાંધીનગરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે મહાનગરપાલિકા ધ્વારા હાથ ધરાયેલી સફાઇ ઝુંબેશના 14માં દિવસ અંતર્ગત ગુરુવારે 0 સર્કલથી શાહપુર ચોકડી સુધીના મુખ્ય માર્ગની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવનાર પાંચ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી અને ~ 2,500 દંડ વસુલાયો હતો. દરમિયાન ગુડાના ચેરમેન આશિષ દવે, મ્યુનિસિપલ કમિશનર જી આર ચૌધરી અને અધિકારીઓએ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

ઝોનલ અધિકારીઓ, સેનેટરી ઇન્સ્પેકટર્સ, સેનેટરી સબ ઇન્સ્પેકટર્સ, મુકાદમો અને 100 સફાઈ કામદારો સહિતના સ્ટાફની મદદથી સ્વછતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ટ્રેક્ટર, ટ્રોલી, રોડ સ્વીપર મશીન, હેન્ડ સ્વીપિંગ મશીન સહીતનાં સાધનોથી કામગીરી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ચૌધરી દ્વારા સફાઇ અભિયાનના પ્રારંભે જાહેરમાં ગંદકી ફેલાવનારાઓને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતાં. જેના અમલના પગલે ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.