તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • કોર્પોરેટર ગ્રાન્ટ વાપરવા વિપક્ષે કરેલા સુચનોને સ્વીકારવા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટર ગ્રાન્ટ વાપરવા વિપક્ષે કરેલા સુચનોને સ્વીકારવા પડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારતરફથી કોર્પોરેટરને તેના વિસ્તારમાં લોક કલ્યાણ અને વિકાસના કામ કરવા માટે આપવામાં આવતી વાર્ષિક રૂપિયા 6 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરવાના મુદ્દે સામાન્ય સભામાં બઘડાટી બોલ્યા પછી આખરે મ્યુનિસિપલ કમિશનરે નગરસેવકો પાસેથી કેવા કામનો સમાવેશ કરવો જોઇએ તેના સુચનો મગાવ્યાં હતાં અને તેમાં કોંગ્રેસના 12 કોર્પોરેટર તરફથી આપવામાં આવેલા સુચનો સ્વીકારી લેવામાં આવ્યા છે. અગાઉ 12 કામ નક્કી કરવામાં આવ્યા હતાં હવે તેમાં વધુ 13 કામનો સમાવેશ કરી દેવાયો છે. તેમાં આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુવિધાઓ ઉભી કરવાની બાબત પર ભાર મુકાયો છે. પરંતુ બાંકડા અને સોલર લાઇટ મુકવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જો કે જુની સોલર લાઇટના સમારકામ કરાવી શકાશે.

મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ જણાવ્યા પ્રમાણે નગરસેવકની ગ્રાન્ટમાંથી સુચવવાના કામમાં હવે સ્માર્ટ આંગણવાડીના બાંધકામ, હેલ્થ સેન્ટરમાં ખુટતા બાંધકામ અને સાધન સુવિધા, સર્કલનું થિમ આધારિત નવીનીકરણ, અને રોડની સેન્ટ્રલ વર્જનું બ્યુટીફિકેશન, સરકારી આંગણવાડીમાં રમત ગમતના સાધનો, પ્રાથમિક શાળામાં પીવાના પાણી માટે ટાંકી અને ફીટિંગ તથા ખુટતી સુવિધા અને કસરતના સાધનો, ટ્રી ગાર્ડ, આદર્શ નિવાસી શાળા, છાત્રાલયોમાં ફર્નિચર, વિદ્યાર્થીઓને બેસવાની બેંચ, મુક્તિધામમાં ખુટતી સુવિધા, સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં નિભાવની શરતે વોટર કુલર, આરઓ સિસ્ટમનો સમાવેશ અગાઉ કરાયો હતો. હવે વિપક્ષી સભ્યોના સુચનો પ્રમાણે બગીચાઓમાં જરૂરી સગવડો અને કસરતના સાધનો, કમ્પાઉન્ડ વોલ અને પ્રવેશ દ્વાર, આરોગ્યલક્ષી ટ્રસ્ટમાં સુવિધાઓ, સેક્ટરના કોમન પ્લોટની સફા કામગીરી, શાળાઓને તાર ફેન્સિંગ, ધાર્મિક સ્થળોએ ખુટતી સુવિધાઓ, શાળાઓમાં સાઉન્ડ સિસ્ટમ અને કોમ્પ્યુટર, આરોગ્ય કેન્દ્રમાં સ્ટીલના કબાટ, સોસાયટીમાં દિશાસૂચક બોર્ડ્સ, સોલર લાઇટના સમારકામ, શોપિંગ સેન્ટરમાં ડસ્ટબિન, કોમન પ્લોટમાં માટીના પુરાણ, પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. કમિશનરે કહ્યું કે અગાઉ લેવાયેલા કામ અને નવા સ્વીકારાયેલા સુચનોમાં સરકારી ગ્રાન્ટમાંથી થતાં કામને બાદ રાખવામાં આવશે.

12 કામ નિયત કરાયા હતા, તેમાં વધુ 13નો ઉમેરો કરાયો

6 લાખમાંથી બાંકડા મુકાશે નહીં, સોલર લાઇટ માત્ર રિપેર કરાવી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો