તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બોલ માડી અંબે.. જય જય અંબેના નાદ નગરના માર્ગો પદયાત્રીઓથી છલકાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલ માડી અંબે.. જય જય અંબેના નાદ નગરના માર્ગો પદયાત્રીઓથી છલકાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીધામે ભાદરવી પુનમના મેળા માટે રાજ્યભરમાંથી વિવિધ સંઘો અને સંસ્થાઓના નેજા હેઠળ તથા વ્યક્તિગત રીતે માંના આશીર્વાદ મેળવવા માટે ભાવિકોએ પ્રસ્થાન કર્યુ છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન માં જગદંબાના દર્શને દુર દુરથી શ્રદ્ધાળુઓ માર્ગો પર ઉમટી રહ્યાં છે. ત્યારે પાટનગરના રાજમાર્ગો પણ પદયાત્રીઓથી છલકાઇ રહ્યાં છે. નગરની વિવિધ સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા કરવામાં આવી રહી છે. માર્ગો પર 80 જેટલા સેવા કેન્દ્રોમાં ચા-પાણી, શરબત, ગરમા-ગરમ નાસ્તો, ભોજન, આરામ અને ડૉકટરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ગાંધીનગરમાંથી પણ મોટા સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યુ છે. જેમાં સેકટર 13 સ્થિત જય અંબે પરિવાર દ્વારા 28મી પદયાત્રાનું આયોજન કરાયું છે. માતાજીના નિશાન, ધજા અને રથ સાથે 250 પદયાત્રીઓએ બોલ માડી અંબે- જય જય અંબેના જયઘોષ સાથે માતાજીની શાહી સવારી લઇને માતાના દર્શન માટે પ્રસ્થાન કર્યુ છે.

માર્ગોપરના ક્યા સેવા કેન્દ્રમાં કેવી સુવિધાઓ

અંબાજીતરફ જઇ રહેલા પદયાત્રીઓ માટે માર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના માટે વિશેષ સુવિધાના સેવા કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં ચ-0 પાસેના પંચદેવ યુવક મંડળ, રક્ષાશક્તિ સર્કલ પાસે સેવા કેમ્પ, ચ-3 સર્કલ પાસે લાયન્સ કલબ અને ભાજપ દ્વારા સેવા કેમ્પ અને જિલ્લા પંચાયત પાસે બાપા સિતારામનું સેવા કેન્દ્ર સહિત વિવિધ સ્થળે 80થી વધારે સેવા કેન્દ્રો આવેલા છે. તેમાં ભોજન અને આરામની સુવિધા સાથે ડોક્ટરોની ટીમ તો ખડેપગે જોવા મળી રહી છે, ઉપરાંત સેવાભાવી મહીલાઓ અને ગૃહસ્થો દ્વારા પદયાત્રીઓના પગે તેલ માલીશ પણ કરી દેવામાં આવે છે. દુખતા પગને આરામ મળે તેના માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

રાજ્યભરમાંથી પદયાત્રીઓ અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન માં જગદંબાના દર્શને જઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરના માર્ગો પર પદયાત્રીઓ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહ્યા છે.નાના બાળકોથી લઇને વડિલો અંબાજીમાં ભાદરવી પુનમે દર્શન કરવા અંબાજી તરફ ધીમે ધીમે વધી રહ્યા છે. બોલ માડી અંબે જય જયના નાદ સાથે માર્ગો પણ ભક્તિના રંગે રંગાયા છે. તસ્વીર ધાર્મિક ચૌહાણ

વિવિધ સંસ્થાઓ દ્વારા 80 જેટલા સેવા પંડાલમાં પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો