તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ક્રબ ટાયફસ : પશુના શરીરની જીવાત પરક્ષણ માટે મોકલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ક્રબટાયફસ નામની ગંભીર બિમારીથી દંપતિના મોતની ઘટના બાદ ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગની સાથે જિલ્લા પશુપાલન ખાતુ પણ હરકતમાં આવ્યું છે અને વાસન ગામના અનેક પશુના શરીર ઉપરની જીવાતને એકત્ર કરી એક પાત્રમાં ભરી પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે. તેના આધારે નક્કી થશે કે સ્ક્રબ ટાયફસની બિમારી પશુની જીવાતના કારણે થઇ હતી કે કેમ..?

અંગે જિલ્લા મદદ.પશુપાલન અધિકારી ડો. જે.આર પટેલે જણાવ્યું કે વાસન ગામમાં સ્ક્રબ ટાયફસની બિમારીમાં સપડાયેલા પતિ-પત્ની પત્નીના મોતની ઘટનાના પગલે સમગ્ર ગામના પશુનો સર્વે હાથ ધરાયો હતો. સ્ક્રબ ટાયફસ પશુના શરીર ઉપરની જીવાતના કારણે ફેલાયો હતો કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવા આરોગ્ય વિભાગની સૂચનાના પગલે પશુપાલન વિભાગનો સ્ટાફ વાસનમાં ગયો હતો. જ્યાં કેટલાક પશુના શરીર ઉપરથી ઇતરડી સહિત અન્ય જીવાતને તપાસ માટે લેવામાં આવી છે. તેને એક સુરક્ષીત પાત્રમાં ભરી પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે. ઉપરાંત વિવિધ પ્રકારની જીવાત ધરાવતા પશુઓ ઉપર દવાનો છંટકાવ કરી 200થી વધુ પશુને જીવાત મુક્ત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કેટલાક પશુના લોહીના નમુના પણ લેબોરેટીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.

જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જાગાણીએ કહ્યું કે વાસન ગામમાં સ્ક્રબ ટાયફસની બિમારીનો ભોગ બનેલા પરિવારના અન્ય સભ્યોના આરોગ્યની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે તેમની અંદેર તાવના કોઇ લક્ષણો જણાયા નથી. ગામમાં હાથ ધરાયેલી સર્વેલન્સની કામગીરી દરમિયાન સંકાસ્પદ બિમારી ધરાવતુ કોઇ દર્દી મળી આવ્યો નથી.

દવાનો છંટકાવ કરી 200 પશુને જીવાત મુક્ત કરાયાં

પશુપાલન અધિકારી સહિતનો સ્ટાફ વાસન પહોંચ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો