તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સેક્ટર 5માં બાળકોની સામાન્ય બોલાચાલીમાં મહિલાને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર 5માં બાળકોની સામાન્ય બોલાચાલીમાં મહિલાને માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાસેક્ટર 5મા આગળ પાછળ રહેતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. પટેલ અને રાજપૂતના બાળકો સેક્ટરના કોમન પ્લોટમાં રમતા હતાં. તે દરમિયાન પટેલ બાળકને મારમારવાની વાત તેની કાકીને થતા મારા ભત્રીજાને કેમ મારો છો ? કહેતા મહિલાને ગાળો બોલી રાજપૂત દિકરાના પિતાએ છુટ્ટા હાથથી મારમાર્યો હતો. બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસમાં નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે.

14 વર્ષિય વ્રજ વિષ્ણુભાઇ પટેલ (રહે. પ્લો. 1336/2, સે5એ) અને પાછળની લાઇનમાં રહેતા રૂદ્ર ચૌહાણ અને ઇન્દ્ર ચૌહાણ વચ્ચે સેક્ટરના કોમન પ્લોટમાં બોલાચાલી થઇ હતી. ત્યારે વાતની જાણ રૂદ્ર અને ઇન્દ્ર ના કાકા જીતેન્દ્રસિંહ અનુપસિંહ ચૌહાણ જે સેક્ટરમાં પાનનો ગલ્લો ચલાવે છે. (રહે. પ્લો 1322/2, સે 5એ)એ બાળકો વચ્ચે થયેલી બોલાચાલીને લઇને પટ્ટો વડે વ્રજ પટેલને માર માર્યો હતો. વાતની જાણ વ્રજની કાકી ભાવનાબેનને થતા કોમન પ્લોટમાં આવી મારા ભત્રીજાને કેમ મારો છો ? કહેતા તેમની સામે ગાળા ગાળી કરી મહિલા ઉપર પણ તુટી પડ્યો હતો અને ઢીબી નાખી હતી. જ્યારે પટ્ટા વડે અને છુટ્ટા હાથે ડાબા ગાલ ઉપર લાફો ઝીંકી માર માર્યો હતો. જીતેન્દ્રસિંહે મને ધમકી આપી કે તારો ભત્રીજો મારા ભત્રીજાઓ સાથે રમશે તો જાનથી મારી નાખીશ. બનાવની ફરિયાદ વ્રજના કાકી ભાવનાબેન પટેલે જીતેન્દ્રસિંહ સામે સેક્ટર 7 પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

બાળકને 35 વર્ષના યુવકે પટ્ટા વડે માર મારતા પોલીસ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો