તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| ગણેશોત્સવનાપાંચમા દિવસે રાત્રીના સમયે સેકટરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો મોટી સંખ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર| ગણેશોત્સવનાપાંચમા દિવસે રાત્રીના સમયે સેકટરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| ગણેશોત્સવનાપાંચમા દિવસે રાત્રીના સમયે સેકટરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં નાગરીકોએ લાભ લીધો હતો. જ્યારે તા. 9મીને શુક્રવારે નગરના જુદા જુદા સાર્વજનિક ગણેશોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમાં સેકટર 22 સ્થિત સાર્વજનિક ગણેશોત્સમાં શુક્રવારે રાત્રે આપણુ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરની સરકારી શાળાના બાળકોનો ટેલેન્ટ શો યોજાશે. ઉપરાંત દિકરી બચાવો અને ભણાવો વિષય પરની કૃણાલ વ્યાસ દિગ્દર્શિત ‘થેન્ક યુ પપ્પા’ શોર્ટ ફિલ્મ દર્શાવાશે. સેકટર 6 સાર્વજનિક ગણેશોત્સવમાં યુવક મંડળ દ્વારા 9મીએ સ્ટાર ટીવી અને ઝીટીવીના કલાકારો દ્વારા ફુલ્લી કોમેડી નાટક શ્રીમાન અને શ્રીમતી યોજાશે. સિદ્ધ વિનાયક મિત્ર મંડળ સેકટર 3 દ્વારા 9મીએ દ્વારા ગણપતિ બાપ્પાનું બપોરે 2 વાગે વિસર્જન કરાશે. સેકટર 3 ડી યુવક મંડળ દ્વારા હાસ્યવંતુ નાટક‘કાન માં તુ મારી વહું’ યોજાશે. જ્યારે પેથાપુરના નિલકંઠ વિલા યુવક મંડળ દ્વારા 9મીને સાંજે 7 વાગે આરતીનું આયોજન કરાયુ છે.

જ્યારે ગાંધીનગર શહેરના સેકટર-3-એમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરતાં પહેલા આરતી તથા પેથાપુર ગામમાં પણ આરતી કરી આનંદ ઉલ્લાસપૂર્વક ગણપતિને વિદાય કરીને બાપ્પાનું ઢોલ-નગારા તથા તેઓના નાદ સાથે નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિસર્જનમાં ભાવી ભક્તો ઉમટ્યાં હતાં.

આજે નગરના ગણેશોત્સવમાં ક્યા ક્યા કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો