તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તજજ્ઞોનો લ્હાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુનિયાભરમાંટેકનોલોજીમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના સેકટર 7 સ્થિત અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોલજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ટેકનોલોજીને લગતો સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને યોજાયેલા સેમિનારમાં આજના સમયની ટેકનોલોજી અંગે નિષ્ણાત દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ મિલન ભટ્ટે વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતું કે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે ઉજ્જવળ તક રહેલી છે. આજના સમયમાં મોબાઇલ એપ્લીકેશન, ક્લાઉડ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન સિક્યોરિટીની ડીમાન્ડ વધી છે. બીસીએના અભ્યાસ બાદ એક સ્પેશ્યલાઇઝ વિષયને લઇ પોતાની કેરીયર બનાવી શકાય છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ આજે દરેક યુવાન કરે છે. જેમાં ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનમાં અને આઇફોનમાં એપ્લિકેશનનો યુઝ કરે છે. ટેકનોલોજી ઝડપથી વધી રહી છે. ત્યારે વિદ્યાર્થીનીઓએ અભ્યાસ બાદ એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં પોતાની કેરીયર બનાવી શકાય છે. સ્પેશીયલ કોર્ષ પણ કરી શકાય છે. બીસીએના અભ્યાસ બાદ એમએસઆઇટીમાં ઇન્ફોર્મેશન સિક્યોરીટી વધુ અભ્યાસ પણ થઇ શકે છે. સેમિનારમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર પ્રશાંત વાઘેલા અને શિવાંગી શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

સેકટર 7 સ્થિત અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત બીસીએ કોલેજમાં એક્સપર્ટનું વ્યાખ્યાન યોજાયુ હતું. વિદ્યાર્થીઓને ટેકનોલોજી અંગે માર્ગદર્શન અપાયુ હતું. તસવીર- ધાર્મિક ચૌહાણ

BCA કોલેજમાં IT ટ્રેન્ડ વિષય અંતર્ગત સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો