તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દેવીપૂજકો પણ સરકાર સામે મેદાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60 આગેવાનોને ઘરેથી ઉઠાવી લેવાયા

રાજ્યનીભાજપ સરકાર પાટિદાર અને દલિત આંદોલનથી ઘેરાયેલી છે ત્યારે હવે દેવીપૂજક સમાજ પણ પોતાની માગણીઓને લઇને સરકારની સામે મોરચો માંડ્યો છે. જેના ભાગ રૂપે વિરાટ દેવી પૂજક સમાજ દ્વારા સ્પેશ્યલ 11 ટકા અનામત આપવાની માંગ સાથે એક રેલીનુ આયોજન કર્યુ હતું. જેને લઇને પરંતુ તંત્ર પાસે મંજુરી મંગાઇ હતી. ત્યારે તંત્રએ રેલીને મંજુરી આપી હતી. સંઘ દ્વારા રેલી કાઢવા મક્કમ હતો. ત્યારે સમાજના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. સંઘના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ ભાજપ સાથે જોડાયેલો છે અને ખોબલે ખોબલે મત આપ્યા છે. છતા સરકાર સમાજને ભાજપની વિરુદ્ધમાં જવા મજબુર કરી રહી છે. દેવી પૂજક સમાજના પ્રમુખ રૂપસંઘભાઇ ભરભીડીયાએ કહ્યું કે અમારો સમાજ ખુબ પાછળ છે. તેને માટે સરકારે અમને સાંભળવા જોઇએ. ઓબીસીમાંથી એસસીએસટીમાં સમાવેશ કરીને સ્પેશ્યલ 11 ટકા અનામત આપવામાં આવે તેવી અમારા સમાજની માંગ છે. ત્યારે સરકાર પાસે અગાઉ પણ અમે રેલી અને સભા કરવાની મંજુરી આપી હતી. પરંતુ કયા કારણસર મંજુરી અપાતી નથી, તે સમજાતુ નથી. અમારો આખો સમાજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો છે અને ખોબલે ખોબલે મત આપીને વિધાનસભા સુધી પહોચાડવામાં મદદ કરી છે. જો સરકાર અમારી રજૂઆતો પ્રત્યે ધ્યાન નહીં આપે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનુ પરિણામ ભોગવવુ પડશે.

ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં સરકાર દ્વારા અન્યાય: હવે તો ભોગવવંુ પડશે

માગ| અનામતની માંગ સાથે રેલી નીકળે તે પહેલાં દેવીપૂજક સમાજના આગેવાનોની અટકાયત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો