• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરપાસે આવેલા શાહપુરથી લેકાવાડા તરફ જતા માર્ગો પર વર્ષોથી

ગાંધીનગરપાસે આવેલા શાહપુરથી લેકાવાડા તરફ જતા માર્ગો પર વર્ષોથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરપાસે આવેલા શાહપુરથી લેકાવાડા તરફ જતા માર્ગો પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્ટ્રીટ લાઇટના અભાવે બાસણ, પાલજ અને શાહપુર ગામના લોકોને રાત્રીના સમયે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વર્ષોથી તંત્ર દ્વારા અહીં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી નથી. માર્ગ પર અંસખ્ય વાહનો પસાર થતા હોય છે. તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તાર હોવાથી નાગરિકો માર્ગ પર પસાર થાય છે. આવી પરીસ્થિતીમાં નાગરિકો અકસ્માતનો ભોગ બની શકે છે. ત્યારે માર્ગ પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ માંગ કરી છે.

શાહપુર પાસે વિશ્વ કક્ષાની ગીફ્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે વિશ્વકક્ષાની વૈભવી ઓફિસો બની રહી છે. ત્યારે તે તરફ જતા માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે. માર્ગ પર મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.

હાલ ગીફ્ટ સીટીની કામગીરી ચાલુ છે. ત્યારે શાહપુરથી લેકાવાડા પાટીયા સુધીના જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવતી નથી. આસપાસ પાલજ, બાસણ અને શાહપુર જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે. ગ્રામજના અંધારાના કારણે માર્ગ પર આવતાં નથી. જો માર્ગ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે તો વાહનો સરળતાથી પસાર થઇ શકે અને નાગરીકો અકસ્માતનો ભય રહેતો નથી. ત્યારે માર્ગ પર સ્ટ્રીટ લાઇટો નાખવાની માંગ ઉઠી છે.અને હાડમારી હળવી કરવા માગ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...