ગાંધીનગરજિલ્લામાં જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરજિલ્લામાં જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ તેમ શિયાળાની મોસમ જામતી જાય છે. તેની સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે શાલ, સ્વેટર અને ધાબળા ઓઢે છે, તેમજ તાપણી કરે છે. ઉપરાંત ઠંડીમાં શરીરને અંદરથી ગરમી આપતા આહાર પણ બજારમાં મળી રહ્યા છે. જેમાં સૌથી લોકપ્રિય ગુંદર પાક ઉપરાંત સીંગ-તલની ચીક્કી અને તલમાંથી બનતા કચરીયાનો સ્વાદ માણતા હોય છે. ત્યારે વર્ષે ગુંદરના લાડુના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. તેમજ છતાં શહેરમાં જુદા જુદા સ્થળોએ કચરીયું, ગુંદરના લાડું અને તલની ચીક્કીની ખરીદી કરતા નાગરિકો જોવા મળી રહ્યા છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે પૌષ્ટીક ગણાતા વસાણાની શહેરમાં ખરીદી શરૂ થઇ છે. વસાણામાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોવાથી બાળકો, યુવકો અને વૃદ્ધો ઠંડીની મોસમમાં સાલમપાક, ગુંદરપાક, બદામપાક અને કચરીયુંની વિવિધ આઇટમો ખાવાની પસંદ કરે છે. પાકોનું બજારમાં વેચાણ શરૂ થઇ ગયું છે. ત્યારે વેપારી પ્રશાંતભાઇ સુખડીયાના જણાવ્યા અનુસાર, વર્ષે ઠંડીની ઋતુની મોસમ ધીરે ધીરે જામી રહી છે. તેમ શિયાળું ગુંદરના લાડવા, કચરીયુ, ચિક્કી અને તલના લાડુ સહિતની ખરીદી થઇ રહી છે. વર્ષે ગુંદરના લાડુના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે 440 રૂપિયા કિલો મળતા લાડુ વર્ષે 480 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે.

જ્યારે તલના કચરીયાનો ભાવ 200 રૂપિયા કિલો અને ચિક્કી પણ 200 રૂપિયા કિલો વેચી રહ્યા છે. ગ્રાહકો પણ શરીરને અંદરથી ગરમ રાખતા આહારની ખરીદીને તેનો આનંદ માણી રહ્યા છે. શિયાળાની ઠંડી ધીમે ધીમે જામી રહી છે. તેમ તેમ ખરીદીમાં પણ વધારો થઇ રહ્યો છે.આમ તો સામાન્ય રીતે જે લોકોને આવા લાડુ પરવડા નથી તેવા લોકો ચિકી અને કચરીયાનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા છે. જોકે ‌વખતે ગંુદરના લાડુના ભાવમાં ‌વધારો થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...