વરસાદમાં તુટેલા માર્ગોને તાત્કાલીક યોગ્ય કરવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંજુલાઇમાં પડેલા વરસાદનાં કારણે જિલ્લામાં કુલ 72 જેટલા માર્ગોને નુકશાન થયુ હતુ. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ માર્ગ પર ખાડા પડી જતા તથા ધોવાઇ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. મુદ્દે જિલ્લા કક્ષાએ રજુઆત બાદ સર્વેની કામગીરી તો પુર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ રસ્તાઓનું કામ શરૂ કરાયુ નથી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુદ્દે જવાબ માંગવામાં આવતા વરસાદ બંધ પડ્યા બાદ રીપેરીંગ કરવાનું હોવાનો જવાબ વટીવટી અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારે દહેગામ ધારાસભ્ય કામીનીબા રાઠોડે જણાવ્યુ હતુ કે પાકુ કામ ભલે વરસાદ બંધ પડ્યા બાદ થાય.

અન્ય સમાચારો પણ છે...