તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સે.13માં આર્મીમેનનાં ઘરમાંથી 17 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં સેકટર 13માં રહેતા અને આસામનાં વતની આર્મીમેનનાં ઘરમાં તસ્કરો ત્રાટકવાની ઘટના સામે આવી છે. સેકટર 7 પોલીસ સ્ટેશનમાં અંગે ફરીયાદ નોંધાતા પોલીસે દિશામાં તપાસ આદરી છે.

આર્મીમેન સંદિપ કિશનપ્રસાદ સીંગ ગત તા 5મી જુનનાં રોજ ઘરે તાળુ મારીને પરીવાર સાથે વતન આસામમાં ગયા હતા. તા 10મી જુનની સવારે ગાંધીનગર સેકટર 13 સ્થિત ઘરે પરત ફરતા ઘરમાં સામાન વેરવિખેર જોયો હતો. તપાસ કરતા રૂ. 2 હજારની રોકડ, ઝાંઝર તથા કેમેરો મળીને કુલ રૂ. 17 હજારની મત્તા ચોરાઇ ગઇ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. તસ્કરો કયાંથી ઘુસ્યા તે અંગે તપાસ કરતા બારીની ગ્રીલ તુટેલી જોવા મળી હતી. ત્યારે સંદિપકુમારે અંગે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દિશામાં તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...