તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વિધાનસભા ઉપાધ્યક્ષના PAએ ધારાસભ્યને કહ્યું જિલ્લામાં કોઇ શિક્ષકની ઘટ નથી !

વિધાનસભા ઉપાધ્યક્ષના PAએ ધારાસભ્યને કહ્યું જિલ્લામાં કોઇ શિક્ષકની ઘટ નથી !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનુ એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે પ્રાથમિક શાળામાં 8થી 10 સુધી પ્રવેશોત્સવ મનાવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓ, આઇએએસ અધિકારી સહિત પદાધિકારીઓને પ્રવેશોત્સવની કામગીરી સોપવામાં આવી છે. પ્રવેશોત્સવના અંતિમ દિવસે દહેગામ તાલુકાના હરખજીના મુવાડામા સ્થાનિક ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશોત્સવની કામગીરી પૂર્ણ થયા બાદ ધારાસભ્યએ શાળાઓમાં રહેલી શિક્ષકોની ઘટ પુરવા રજૂઆત કરી હતી. દહેગામના ધારાસભ્ય કામિનીબાએ કહ્યુ કે હરખજીના મુવાડાની શાળાનુ નવુ મકાન બનાવવા મેં ગ્રાન્ટ આપી હતી. આજે શનિવારે તેનુ લોકાર્પણ કરવાનુ હોવાથી મને આમંત્રણ આપ્યુ હતુ. શાળા પ્રવેશ અને લોકાર્પણ બંને કાર્યક્રમ યોજાયા હતા.

કાર્યક્રમ બાદ અત્યાર સુધી મને મળેલી રજૂઆતને ધ્યાનમાં લેતા મે ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરને શિક્ષકોની ઘટ હોવાથી ભરતી કરવા રજૂઆત કરી હતી. શંભુજીએ તેમના પીએને રજૂઆત લખાવી દેવા કહ્યુ હતુ. ધારાસભ્ય પીએ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે પીએએ કહ્યુ કે જિલ્લામાં કોઇ શિક્ષકોની ઘટ નથી !!

શાળા પ્રવેશોત્સવ અને શાળા લોકાર્પણ દરમિયાન દહેગામનાં ધારાસભ્ય અને વિધાનસભાનાં ઉપાધ્યક્ષ હરખજીનાં મુડાવાની પ્રાથમિક શાળામાં હાજર રહ્યા હતા.

હરખજીના મુવાડામા ધારાસભ્યે ઉપાધ્યક્ષને રજુઆત કરતા પીએ ટપકી પડ્યા

અન્ય સમાચારો પણ છે...