તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સમસ્યા | પાણી બચાવવા સરકારના મરણિયા પ્રયાસો પરંતુ તૂટેલો ડેમ પુન: બનાવવા તંત્રના ઠાગાઠૈયા: ધારાસ

સમસ્યા | પાણી બચાવવા સરકારના મરણિયા પ્રયાસો પરંતુ તૂટેલો ડેમ પુન: બનાવવા તંત્રના ઠાગાઠૈયા: ધારાસભ્યની રજૂઆતની ઐસી તૈસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામતાલુકામાંના પાલુન્દ્રા ગામેથી પસાર થતી મેશ્વો નદીમાં બારેક વર્ષ અગાઉ ચેકડેમ બનાવાયો હતો. જે સરકાર અને કોન્ટ્રાક્ટરની મહેરબાનીથી બનાવ્યાના એક વર્ષમાં તૂટી ગયો હતો. રાજ્યમાં પાણીના પોકારો પડી રહ્યા છે. ત્યારે આજદિન સુધી અસંખ્ય રજૂઆતો છતાં ચેકડેમ બનાવાયો નથી.

ચેકડેમ નહી બનાવાના કારણે દહેગામ તાલુકાના વીસથી વધુ તેમજ નજીકના સાબરકાંઠા જિલ્લાના લોકોને પાણી માટે ટટળવુ પડી રહ્યું છે. ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિધાનસભામાં ઠોસ રજૂઆત કરવા છતા અધિકારીઓ ટેન્ડરીંગ પ્રક્રિયા કરી છે અને ટૂંકમાં ચાલુ થશે તેવા ઠાલા વચનો આપી રહ્યા છે.

પાલુન્દ્રામાં ચેકડેમ બનાવવા માટે ભાજપની સરકારમાં રજૂઆતો કરી હતી. પરંતુ કોઇ કારણસર ચેકડેમ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2012માં દહેગામ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દ્વારા પણ ચેકડેમ માટેની રજૂઆત કરી હતી. જેમાં 29-01-2014ની તારીખથી સરકાર તરફથી વળતો જવાબ અપાયો હતો. ડેમનુ કામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતું. પરંતુ આજ દિન સુધી ડેમના પાયા તો ઠીક પરંતુ માપ લેવા પણ કોઇ અધિકારી ફરક્યા નથી.

દહેગામના ધારાસભ્ય કામિનીબાએ કહ્યુ કે સરકાર માત્રને માત્ર ઠાલા વચનો આપી રહી છે. વિધાનસભામા ઠોસ રજૂઆત કર્યા બાદ ડેમ માટે 7 કરોડ 13 લાખ વર્ષ 2014માં મંજુર કર્યા હતા. ત્યારબાદ કામ કેમ શરૂ કરવામાં આવતુ નથી તેની જાત તપાસ કરતા અધિકારીઓ દ્વારા વારંવાર એક જવાબ અપાઇ રહ્યો છેકે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ છે અને બને તેટલુ ઝડપથી કામ શરૂ કરાશે. પરંતુ કામ હજુ શરૂ કરાયુ નથી.

દહેગામ ઉત્કંટેશ્વર મહાદેવ રોડ પર આવેલી મેશ્વો નદીમાં ડેમ બનાવવામાં આવ્યો હતો, જે પાણીનાં પ્રવાહમાં ધોવાઇ જતા આજ સુધી બનાવવામાં આવ્યો નથી.

ડેમની કાગ ડોળે રાહ જોતા દહેગામ પંથકના ગામડા

પાલુન્દ્રા,હરખજીના મુવાડા, શિયાવાડા, વાસણા સોગઠી, લવાડ, સુજાના મુવાડા, વેલપુરા, કડજોદરા, જેસાના મુવાડા, નાગજીના મુવાડા, જિંડવા, માછંગ, દોડ, વડોદ, પીપલજ તેમજ સાહેબજીના મુવાડા સહિતના ગામના નાગરિકો વહેલી તકે મેશ્વો નદી પર ચેકડેમ બનાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

દહેગામ પંથકની જીવાદોરી મેશ્વોનો તુટેલો ડેમ ઠેરનો ઠેર

અન્ય સમાચારો પણ છે...