તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવોલની સોસાયટીમાં વીજ પુરવઠાની ઘટની 10 ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોને ઉતર ગુજરાત વિજ કંપની લીમીટેડ(યુજીવીસીએલ) દ્વારા વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. ત્યારે યુજીવીસીએલની સેવાને લઇને વ્યાપક ફરીયાદો ઉઠતી રહે છે. ગાંધીનગર પાસેનાં વાવોલમાં વિજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળવા બાબતે યુજીવીસીએસલથી લઇને ઉર્જામંત્રી સુધી વારંવાર ફરીયાદો છતા ઉકેલ આવ્યો નથી. ત્યારે કેશવપાર્ક સોસાયટી દ્વારા મુદ્દે ફરી ફરીયાદ કરવામાં આવી છે.

વાવોલની કેશવપાર્ક સોસાયટીનાં રહેવાસીઓનાં જણાવ્યાનુંસાર વિજ કંપની દ્વારા વર્ષો પહેલા સોસાયટીની જરૂરીયાત પ્રમાણે વિજળીની વ્યવસ્થા કરી હતી. ત્યારે 30 જેટલા મકાનો હતા. આજે 110 મકાનોમાં લોકો રહે છે. ત્યારે વિજ લોડનાં કારણે પુરવઠો પુરતો મળતો નથી. જેનાં કારણે ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવા ઉપકરણો યોગ્ય ચાલતા નથી અને નુકશાન થઇ રહ્યુ છે. ત્યારે વીજ પુરવઠો યોગ્ય કરવા માટે યુજીવીસીએલનાં ઇજનેરથી માંડીને ઉર્જા મંત્રી સુધી રજુઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ પગલા લેવાયા નથી. અમારી ફરીયાદોનાં પગલે યુજીવીસીએલનાં ટેકનીકલ અધિકારીઓ સોસાયટીમાં આવ્યા હતા અને ઘરે ઘરે ફરીને સર્વે કરતા 380 વોલ્ટ મળતા હોવાનું નોંધ્યુ હતુ. જયારે ખરેખર જરૂરીયાત 440 વોલ્ટની છે. ત્યારે ઘટનાં પગલે અલગ ડીપીની માંગણી મુકવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.

એક વર્ષમાં મુદ્દે 10 ફરીયાદો કરવા છતા વિજ તંત્ર દ્વારા અલગથી ડીપી આપવા કે વિજપુરવઠો યોગ્ય કરવા કામગીરી કરાતી નથી.તેથી આવી સમસ્યા ઉભી થઈ રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

વરસાદ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડુલ

યુજીવીસીએલચોમાસાનાં વરસાદી દિવસોમાં ખાસ અળખામણી બની જાય છે. કારણ કે સામાન્ય વરસાદ પડતાથી સાથે વિજ પુરવઠો બંધ કરી દેવાય છે. ત્યારે શુક્રવારની રાત્રે 2 વાગ્યાનાં અરસામાં વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. ત્યારે ચોમાસામાં વિજ પુરવઠો ખોરવાઇ જવાની સર્જાતી સમસ્યાને લઇને નાગરીકોમાં વ્યાપક રોષ છે.

વરસાદપડવા સાથે સ્ટ્રીટ લાઇટો ગુુલ

ગાંધીનગરનાંગ્રામ્ય વિસ્તારોની જેમ ગાંધીનગર શહેર વિસ્તારમાં પણ ચોમાસામાં 4 છાંટા પડવાની સાથે સ્ટ્રીટ લાઇટો ડુલ થઇ જવાની સમસ્યા સામે આવવા લાગે છે. ત્યારે શહેરમાં 20 દિવસ પહેલા વરસાદ પડવા સાથે કેટલાક સેકટરોનાં આંતરીક માર્ગો લાઇટો બંધ થઇ ગઇ હતી. ત્યારે શુક્રવારે પણ આવી સમસ્યા સામે આવી હતી. જયારે સેકટર 7માં સ્ટ્રીટપોલમાં ભડકા થવાની ઘટના પણ સામે આવી હતી.

કેશવપાર્ક સોસાયટીમાં વિજ વિભાગના સર્વેમાં વીજ ઘટ જણાવા છતાં કોઈ પગલાં લેવાયા નથી

અન્ય સમાચારો પણ છે...