તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હોટેલ હવેલી ફોર્ચ્યુનનાં પૂર્વ માલિક માતા પુત્ર સામે ફરિયાદ

હોટેલ હવેલી ફોર્ચ્યુનનાં પૂર્વ માલિક માતા-પુત્ર સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાંસેકટર 11 સ્થિત હોટેલ હવેલી ફોર્ચ્યુન અમદાવાદના બોપલની એક પાર્ટી દ્વારા જુલાઇ 2015માં ખરીદવામાં આવી હતી. નવા માલિક દ્વારા ખરીદી વખતે હોટેલનું જુનુ દેવુ તથા મનપાને ચુકવવાનો થતો વેરો જુના માલિકે ભરવાની તથા જમીન ક્લીયર કરીને જમીન જે પ્લોટ પર ઉભી છે તેનાં વિભાજનની શરત મુકવામાં આવી હતી. પરંતુ હોટેલ વેચ્યાબાદ પુર્વ માલિક દ્વારા શરતો પુરી કરવામાં આવતા હોટેલ માલિક દ્વારા પુર્વ માલિક માતા-પુત્ર સામે છેતરપીંડી તથા વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.

બોપલનાં જસ્મીનભાઇ પટેલ દ્વારા ગાંધીનગર સેકટર 11 સ્થિત હોટેલ હવેલી ફોર્ચ્યુન તેમનાં માલીક પ્રિતેષ વિનોદચંદ્ર જોષી તથા પ્રજ્ઞાબેન જોષી પાસેથી તા 20મી જુલાઇ 2015માં રૂ. 21.83 કરોડનાં વેચાણ કરારથી ખરીદાઈ હતી. વેચાણ કરાર સાથે શરતો પણ મુકાઈ હતી. જેમાં હોટેલનાં નામનું જુનુ દેવુ હોય તે ચુકવી દેવુ, જમીનને લઇને કોઇ સમસ્યા હોય તે યોગ્ય કરી આપવી તથા મહાનગર પાલિકાનો ભરવાનો બાકી વેરો ફરી આપવો. જયારે પ્રજ્ઞાબેન દ્વારા હોટેલ જે બે સર્વે નંબર પર ઉભી છે તેનું વિભાજન કરી આવવાની બાંહેધરી અપાઈ હતી. ઉપરાંત હોટેલ ખરીદીની લેતી દેતીમાં જસ્મીનભાઇનાં 15 લાખ પ્રિતેષનાં ખાતામાં જમા થયા તે પરત કરવાનાં હતા. જયારે હોટેલ પાસેથી ગાંધીનગર પાલિકાએ રૂ. 8.50 લાખ લેવાનાં નિકળે છે તે ચુકવવાનાં હતા. પરંતુ જસ્મીનભાઇ સાથે વેચાણ કરારમાંથયેલી શરતોનું પાલન થતા ફરિયાદ નોંધાઈ છે.

શરતોનું પાલન થતા વિશ્વાસઘાતની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...