• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જાગૃતિ |ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના 60 ગાયનોલોજીસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય

જાગૃતિ |ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના 60 ગાયનોલોજીસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણાસમાજમાં દિકરીને તુલસીના ક્યારાની જગ્યાએ સાપનો ભારો સમજવામાં આવે છે. પરંતુ સમયએ કરવટ બદલતા હવે દિકરીના જન્મ સમયે પણ માતા પિતા દ્વારા મીઠાઇમાં પેંડા વહેંચવામાં આવે છે. ત્યારે જિલ્લાના ગાયનોઇલોજીસ્ટ અને રેડીયોલોજીસ્ટ તબીબોએ પણ દિકરી હત્યા મહાપાપ સમજી સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા એક થયા છે અને ગર્ભ પરીક્ષણ કોઇ પણ સંજોગોમાં નહિં કરવા નિર્ણય કર્યો હતો. આઇએમએના પ્રમુખે જિલ્લા આરોગ્ય અધિકારીને એક આવેદન પણ આપ્યુ હતું.

દેશમાં દિકરીને જન્મતાની સાથે મારી નાખવાનુ વિચારવામાં આવે છે. જેમાં ઓછા કામે ઝાંઝી આવક કરવાનુ વિચારતા તબીબોના કારણે તેમાં લોકો સફળ પણ થાય છે. ત્યારે ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ગાંધીનગર દ્વારા જિલ્લાના ગાયનોલોજીસ્ટ અને રેડીયોલોજીસ્ટ તબીબોની એક બેઠક યોજાઇ હતી. જેમાં સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા પણ ભાર મુકવામાં આવ્યો હતો. બેઠકમાં 60 જેટલા તબીબ હાજર રહ્યા હતા. ત્યારે તમામે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા સહમતી દર્શાવી હતી. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ગાંધીનગરના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણે કહ્યુ કે, ભૃણ હત્યાએ મહાપાપ અને નિંદનિય અપરાધ છે.

બાબતે કડક કાયદા હોવા છતા રાજ્યમાં હજુ પણ કેટલાક તત્વો ભૃણ પરીક્ષણ કરી હત્યા કરવાનુ ધ્યાનમાં આવ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના તબીબો અપરાધ કરવાથી દુર રહે માટે એક બેઠક યોજી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી સી જાગાણીને એક આવેદન આપવામાં આવ્યુ હતુ. જેમાં ગર્ભ પરીક્ષણ કરનાર તત્વોને કડકમાં કડક સજા થાય તેવા પગલા ભરવામાં આવે તેવો નિર્ણય કરવા જણાવ્યુ હતું. જેની સામે તમામ તબીબોએ અક જૂથ થઇને સહયોગની ખાતરી આપી હતી.

ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ગાંધીનગરના ગાયનોલોજીસ્ટ અને રેડીયોલોજીસ્ટ તબીબોએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું, તસ્વીરધાર્મિક ચૌહાણ

સ્ત્રી ભૃણ હત્યા રોકવા તબીબો એક થયા

અન્ય સમાચારો પણ છે...