• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લામાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા

જિલ્લામાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંનવરાત્રીનું પર્વ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. માતાજીની ઉપાસના કરીને ઇચ્છીત ફળ મેળવવા સૌ ભાવિક ભક્તો 9 દિવસ ઉપાસના કરીને માતાજીની ભક્તિ કરે છે. જેમાં ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીમાં અનેરૂ મહત્વ છે. ભક્તિો ઉપવાસ કરીને પૂજા, જાપ અને જાગરણ પણ કરતા હોય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસોમાં વિશેષ પૂજા અને ગરબા યોજાય છે. જ્યારે શહેરમાં મંદિરોમાં માતાજીની પૂજા, આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

પંચદેવ મંદિરના નિલકંઠ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ચિત્રા નક્ષત્ર ઉપરથી માસનું નામ ચૈત્ર માસ પડ્યું હતું. દંતકથા પ્રમાણે દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં બ્રહ્મદેવ પ્રગટ થયા હતાં.

અશ્વિન મહિનાની નોરતાએ બ્રહ્માજીનો દિવસનો પ્રારંભ અને ચૈત્રી નોરતાએ તેમને 6 મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૂ થાય છે.તેથી બ્રહ્માની રાત્રી શરૂ થઇ ગણાય, શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી નવે દિવસ દૈવી શક્તિનાં જુદા જુદા નવ રૂપોની આરાધના કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ચૈત્રિ નવરાત્રિ નિમિત્તે માતાજીને શણગાર કરીને દિવસોમાં ગરબાઓ પણ યોજાય છે અને સમર્થકો ઉપવાસ કરીને માતાજીની અરાધના સાથે ભકિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...