• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરનાં 57 હજાર બાળકનાં આરોગ્યની તપાસ: 40ને હ્ય્દયરોગ

ગાંધીનગરનાં 57 હજાર બાળકનાં આરોગ્યની તપાસ: 40ને હ્ય્દયરોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમહાનગર પાલિકા દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ તથા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ શહેરી વિસ્તારમાં આવતા 0થી 19 વર્ષનાં 57000 બાળકોનાં આરોગ્યની ચકાચણી કરવામાં આવી હતી. જેમાં હ્યદયરોગનાં 40 બાળ દર્દી મળી આવ્યા હતા. જયારે કીડનીની બીમારી ધરાવતા 3 તથા કલ્બફુટનાં 3 બાળ દર્દી મળી આવ્યા હતા. તમામને જરૂરી સેવા પુરી પાડવામાં આવી છે.

સુત્રોનાં જણાવ્યાનુંસાર શહેર 0થી 19 વર્ષનાં આશરે 62500 બાળકો છે. તેમાં તમામ સરકારી શાળાઓ, પ્રાઇવેટ પ્લેગૃપ, આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, મદ્રેસા તથા ચિલ્ડ્રન હોમમાં આવતા 57 હજાર જેટલા બાળકોનાં આરોગ્યની ચકાચણી કરવામાં આવી છે. તેમાં 21263 બાળકોની ચકાચણી મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. જયારે 337 બાળકોને સંદર્ભીત સેવા પુરી પાડવામાં આવી હતી. આરોગ્ય ચકાચણીની ઝુંબેશમાં હ્યદય રોગનાં 40, કીડનીની બિમારીને 3, ફુટ કલ્બની બિમારીનાં 3 મળી આવ્યાહ તા. જેને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. જયારે આંખની ખામીવાળા 182 જેટલા બાળકોને ચશ્માં આપવામાં આવ્યા છે. તમામ બાળકોની સ્થિતી સુધારા પર છે. સાથે સાથે દરેક સ્કુલમાં અઠીવાડીયામાં એકવાર લોહતત્વની ગોળીઓ તથા વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. 23 બાળકોનાં હ્યદયનાં ઓપરેશન પર કરાવ્યા છે.

નબળી દ્રષ્ટ્રી ધરાવતા 182 બાળકને ચશ્મા અપાયા

અન્ય સમાચારો પણ છે...