તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમાઇએ સાસરીમાં પત્નિને મારતા સાસરિયા વિફર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયમાંમહિલા સુરક્ષાની સરકારની વાતો વચ્ચે મહિલા પર ત્રાસનાં કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની યુવતીને અમદાવાદથી પતિએ માર મારીને કાઢી મુકતા ગાંધીનગર સેકટર 5માં પિયરમાં આવી ગઇ હતી. પતિએ ગાંધીનગર સાસરીમાં આવીને પતિ સાથે હાથાપાઇ કરતા ગુસ્સે ભરાયેલા સાસરીયાએ જમાઇને મેથીપાક ચખાડીને તેમની કારમાં તોડફોડ કરી મુકી હતી.

ગાંધીનગર શહેરનાં સેકટર 5 પાસે સોમવારે બપોરે કેટલાક શખ્સો એક વ્યક્તિને માર મારી તેમની કારમાં તોડફોડ કરી હતી. જો કે બાબતે પોલીસ સ્ટેશન સુધી કોઇ ફરીયાદ આવી નહોતી. પરંતુ સ્થાનિક લોકો પાસેથી તપાસ કરતા ખબર પડી હતી કે સેકટર 5બીમાં રહેતી યુવતીનાં લગ્ન અમદાવાદનાં નવા વાડજમાં રહેતા યુવક સાથે કર્યા બાદ યુવતીને સારા દિવસો ચાલતા હતા. પરંતુ પતિએ પરણિતાને દહેજની માંગણી કરીને મારઝુડ કરતા પરણિતા સેકટર 6માં પિયરમાં આવી ગઇ હતી. જયારે સોમવારે તેમનો પતિ પત્નિનાં પિયરમાં સેકટર 5બીમાં આવીને પત્નિને માર મારતા સાસરીયા તથા પડોશીઓ જમાઇ પર ગુસ્સે ભરાયા હતા. ઘરે આવીને બહેન પર હાથ ઉપાડવાની જમાઇની દબંગાઇથી રોષે ભરાયેલા સાસરીયાએ જમાઇને પકડીને ઘરમાંથી બહાર કાઢીને સારો એવો માર મારીને છોડી મુક્યો હતો અને જમાઇની કારને નિશાન બનાવીને તોડફોડ કરી નાંખી હતી. જયારે જમાઇ અમદાવાદ જઇને સારવાર લઇ રહ્યા હોવાની ખબર પડી છે. સ્થાનિકો પત્નિ પર હુમલો કરનાર નવા વાડજનો શખ્સ પોલીસ પુત્ર હોવાનું જણાવી રહ્યા છે. જયારે પતિનાં મારનો ભોગ બનનાર પરણિતા પતિ સામે પોલીસ ફરીયાદ કરે તેવી શકયતા છે.

અમદાવાદનો શખ્સે પત્નીને ફટકારતા સાસરિયા તેમજ પાડોશીઓએ રોષે ભરાતા જમાઈને માર મારીને ગાડીના કાચ તોડી નાખ્યા હતા -કલ્પેશ ભટ્ટ

રોષે ભરાયેલા ટોળાએ જમાઇરાજને મેથાપાક ચખાડીને કારનાં કાચ ફોડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો