તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-6માં રસોઇ વેળા બાટલામાં આગ ભભૂકતા ઘરવખરી ખાક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં બે દિવસ પુર્વે જુદા જુદા સ્થળે આગનાં 3 બનાવો સામે આવ્યા બાદ સોમવારે સવારે સેકટર 6માં વધુ એક બનાવ સામે આવ્યો છે. રસોડામાં રાખવામાં આવેલો ગેસનાં બાટલાનું રેગ્યુલેટર ચાલુ કરતાની સાથે આગ લાગતા આસપાસની ચિજોમાં આગ પ્રસરી હતી અને દરવાજા તથા ઘરવખરીને નુકશાન થયુ હતુ. ફાયર બ્રિગેડે દોડી જઇને આગ કાબુમાં લીધી હતી.

ફાયર બ્રિગેડનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સેકટર 6એમાં મકાનમાં આગ લાગી હોવાનો કોલ સોમવારે વહેલી સવારે 6.30 વાગ્યે ફાયર બ્રિગેડને મળતા દોડી ગયા હતા. પ્લોટ નં 447/1 ખાતે અમૃતલાલ આર પટેલનાં ઘરે સવારે રસોઇ બનાવવા માટે ગેસનાં બાટલાનું રેગ્યુલેટર ચાલુ કરતા લીકેજનાં કારણે આગ લાગી હતી અને આસપાસની જ્વલનશીલ ચિજોમાં આગ પ્રસરીને રસોડાનાં દરવાજા તથા અંદરનાં રૂમ સુધી પહોચી હતી.

રેગ્યુલેટરથી આગ લાગે તો ભીના કપડાથી ઢાંકી દો

^ફાયર ઓફિસર મહેશ મોડ સાથે આવી ઘટના ઘરની અંદર બને તો શું કરવુ તે અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે બાટલામાં અથવા રેલ્યુલેટરમાં લીકેજ હોય ત્યારે આવી ઘટના બની શકે છે. આવા સમયે ગભરાવા કરતા સાવધાની જરૂરી છે. બાટલામાં રીતે આગ લાગે ત્યારે શકય હોય તો ચાદર કે ગોદડી જેવુ મોટુ કપડુ પાણીમાં પલાળીને બાટલાને ઢાંકી દેવામાં આવે તો આગ ઓલાઇ શકે છે. > મહેશમોડ, ફાયરઓફીસર, ગાંધીનગર

વહેલી સવારે ફાયર બ્રિગેડને કોલ આવતા દોડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો